Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગોંડલ પાસે અકસ્‍માતમાં ઘોઘાવદરના આશાસ્‍પદ યુવાનના મોતથી અરેરાટી

પરિવારના આધારસ્‍તંભ પિયુષ ધડુકનું અકાળે મોત થતા પરિવાર નોંધારો બન્‍યો : થોડો સમય પૂર્વે પિયુષના પિતાનું મોત થયુ'તું

ગોંડલ તા. ૨૨ : ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા યુવાન રામોદ તરફ જઈ રહ્યા હતા ત્‍યારે વળાંક ઉપર સ્‍પીડ બ્રેકર પાસે તેમનું બાઇક સ્‍લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજયુ હતુ. બનાવના પગલે પરીવારમાં આક્રંદ છવાયુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘાવદર ગામે રહેતા અને ફોર વ્‍હીલ કારની લે વેચનો વ્‍યવસાય કરતા પિયુષભાઈ રમેશભાઈ ધડુક રામોદ તરફ જઈ રહ્યા હતા ત્‍યારે રામોદ ગામના વણાક પાસે સ્‍પીડબેકર નજીક પોતાનું જયુપિટર બાયક સ્‍લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને હેમરેજ થઈ જતા મોત નીપજયું હતું.

ઘટનાની કરૂણતાએ છે કે થોડા સમય પહેલા જ તેમના પિતાનું પણ નિધન થયું હતું પરિવારમાં તેઓ એકના એક પુત્ર હતા અને ઘરના આધારસ્‍તંભ સમાન હતા તેનું પણ અકાળે નિધન થતાં હાલ પરિવારમાં દાદા દાદી માતા અને પત્‍ની જ રહ્યા છે જયારે બે બહેનો સાસરે હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્‍યું હતું. બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે તપાસ હાથ ધરી હતી.

(12:57 pm IST)