Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગિરનાર ૮.૩, નલીયા ૧૪, રાજકોટ ૧૭ ડીગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડકનો માહોલ યથાવત

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારનાં સવારે ઠંડક સાથે શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.  આજે ગીરનાર પર્વત ઉપર ૮.૩, કચ્‍છના નલીયામાં ૧૪ ડીગ્રી અને રાજકોટમાં ૧૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છ.

જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે ઉનાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : ગિરનાર અને સોરઠમાં આજે પણ ઠંડીનું મોજૂ યથાવત રહેતા જનજીવનને અસર થઇ હતી.

ગિરનાર પર્વત પર સવારે લઘુતમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરીને ૮.૩ ડીગ્રીએ સ્‍થિર થતા ગીરનાર પર્વત અને જંગલ વિસ્‍તારમાં કાતિલ ઠંડી અનુભવાઇ હતી. આજથી ઠંડીને લઇ પ્રવાસીઓ અને ધાર્મિક જગ્‍યાઓના સંતો-સેવકો મુશ્‍કેલીમાં મૂકાય ગયા હતાં.

જૂનાગઢમાં ૧૩.૩ ડીગ્રી ઠંડી રહેવાની સાથે ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહેતા ઠંડી વધુ તીવ્ર બની હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ ર.ર કિ.મી. ની રહી હતી. (પ-૯)

કયાં કેટલી ઠંડી

શહેર         લઘુતમ તાપમાન

અમદાવાદ             ૧૪.૦

બરોડા         ૧૪.૦

ભાવનગર              ૧૬.૬

ભુજ            ૧૭.૭

ડીસા           ૧પ.૪

દીવ           ૧૭.૧

દ્વારકા          ર૧.૧

નલિયા         ૧૪.૦

ઓખા          ર૩.ર

પોરબંદર              ૧૬.ર

રાજકોટ                ૧૭.૦

સુરત          ૧૬.૮

વેરાવળ             ૧૯.૮

(11:41 am IST)