Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જૂનાગઢમાં પૂજા - અર્ચના કરીને જતા યુવાન પર પાઇપ વડે હુમલો

માથાના ભાગે ગંભીર ઇજા

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૨ : જૂનાગઢમાં પૂજા - અર્ચના કરીને ઘરે જતા યુવાન ઉપર એક શખ્‍સે પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

જૂનાગઢમાં ચોબારી રોડ પર આવેલ યોગેશ્વરનગરમાં રહેતા ૪૫ વર્ષીય મુકેશ જીવરાજભાઇ ખાંભલા નામના યુવાન સવારે બિલેશ્વર મહાદેવ મંદિરે પૂજા - અર્ચના કરીને તેમના ઘરે જતા હતા ત્‍યારે જીજ્ઞેશ બહાદુરભાઇ નામના શખ્‍સે આવી ‘તું મારી ઘરવાળીની છેડતી કેમ કરે છે' તેમ કહીને મુકેશભાઇને ગાળો કાઢી હતી.

બાદમાં પીવીસીના પાઇપના ત્રણ ફટકા માથાના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.  આ બનાવ અંગેની ફરિયાદ લઇ બી-ડીવીઝન પોલીસે જીજ્ઞેશ વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ એચ.વી.ચુડાસમા ચલાવી રહ્યા છે.

(11:41 am IST)