Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઉનામાં દારૂ-જુગાર ગુન્‍હાના આરોપીની ‘પાસા' હેઠળ ધરપકડ : વડોદરા જેલ હવાલે

(નવીન વોષી દ્વારા) ઉના,તા. ૨૨ : દારૂ-જુગારના ગુન્‍હાના આરોપી વિજય પરમારને પોલીસે પકડીને વડોદરા જેલ હવાલે મોકલી આપેલ છે.

વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્વક યોજાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જાડેજાએ માથા ભારે અને દારૂ અને જુગારના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી સામે પગલા લેવા સૂચના આપતા ઉનાના પી.આઇ. ગૌસ્‍વામીએ ઉના તાલુકાના ખાણ ગામના વિય દેગણભાઇ પરમાર સામે ઉના પોલીસ સ્‍ટેશનમાં ૪ દારૂના અને બે જુગારના ગુના દાખલ થયેલા હોય તેની પાસની ફાઇલ તૈયાર કરેલ.

આ ફાઇલ જિલ્લા પોલીસ વડાની મારફત જિલ્લા કલેકટર કચેરીએ મોકલતા જિલ્લા કલેકટર શ્રી ગોહિલે ગંભીરતા સમજી તેની સામે પાસાનું વોરંટ ઈસ્‍યુ કરતા જિલ્લા એલ.સી.બી.ના પી.આઇ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ ઝાલાના પોલીસ સ્‍ટાફ પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા,પ્રફુલભાઇ વાઢેર, સંદીપભાઇ ઝનકારએ ખાણ ગામેથી વિજય પરમારને પકડી વડોદરા સેન્‍ટ્રલ જેલમાં મોકલી આપેલ હતો ઉના પોલીસે એક માસમાં બે સામે પાસા અને એકને જિલ્લા હદપાર કરેલ છે.

(11:11 am IST)