Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

માનસીક અસ્‍થ‍િર શખ્સને ગાળો બોલવાની ના પાડતા આડેઘડ પાવડાના ઘા ઝીકી સરપંચના ભાઈની હત્‍યા

વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાં માથા ફરેલા શખ્સે નિર્દોષ નાગરિકનો લીધો જીવ : જાહેરમાં અશોભનીય વર્તનના ઠપકાનો અંજામ

વેરાવળ પંથકમાં નજીવી બાબતે આગેવાનની થયેલ હત્‍યાની ઘટના અંગે મળતી વિગત મુજબ વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાં  રાત્રીના કરશન અરજણભાઇ સોલંકી નામનો શખ્‍સ હાથમાં પાવડો લઇ ભુંડી ગાળો બોલી ઉતપાત મચાવી રહયો હતો, દરમ્‍યાન રસ્‍તામાં મળેલ સરપંચના ભાઇ એવા આગેવાનએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાયેલા શખ્‍સએ ગામના આગેવાનને આડેઘડ પાવડાના ઘા ઝીકી કરપીણ હત્‍યા કરી નાંખતા ચકચાર મચી ગઇ હતી. નાના એવા ગામમાં નજીવી બાબતે થયેલ હત્‍યાના પગલે પોલીસ સ્‍ટાફ ઘટનાસ્‍થળે દોડી જઇ તપાસ હાથ ઘરી આરોપી શખ્‍સની અટક કરી તેનું મેડીકલ ચેક-અપ કરાવવા કાર્યવાહી હાથ ઘરી છે. આ ઘટના બાદ આરોપી શખ્‍સ માનસીક અસ્‍થ‍િર હોવાથી ગામમાં અનેકવાર ઉતપાત મચાવતો હોવાની વાતો વહેતી થયેલ હતી. હાલ આ હત્‍યા મામલે પોલીસે ગુનો નોંઘી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

વેરાવળ પંથકમાં નજીવી બાબતે આગેવાનની થયેલ હત્‍યાની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાં  રાત્રીના કરશન અરજણભાઇ સોલંકી નામનો શખ્‍સ હાથમાં પાવડો લઇ ભુંડી ગાળો બોલી ઉતપાત મચાવી રહયો હતો. આ અંગે કોઇ ગ્રામજનએ પોલીસને જાણ કરતા પોલીસ સ્‍ટાફ કરશનને પકડવા ગામમાં પહોંચેલ હતો. એ સમયે પોલીસને જોઇ ઉશ્‍કેરાયેલા કરશનએ પ્રથમ પોલીસકર્મીઓ પર પાવડા વડે હુમલો કરેલ જેમાં પોલીસકર્મી જીતુભાઇ તથા પ્રવિણભાઇ બંન્‍નેને ઇજાઓ પહોંચી હતી. તેમ છતાં કરશનને પકડવા માટે તેનો પીછો પોલીસકર્મીઓ કરી રહેલ હતા. દરમ્‍યાન ગામમાં બસ સ્‍ટેન્‍ડ નજીક પહોંચેલ કરશન જાહેરમાં બેફામ ગાળો બોલી રહેલ હોવાથી એ સમયે ત્‍યાં ચાલીને જઇ રહેલ સરપંચના ભાઇ ભીમાભાઇ સીદીભાઇ આમહેડાએ તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાયેલા કરશનએ તુ મને શું સમજાવે છે તેમ કહી ઉશ્‍કેરાઇ જઇ પાવડા વડે ભીમાભાઇના માથા તથા શરીર પર આડેઘડ મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓ ઢળી પડયા હતા.

(12:32 am IST)