Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમરેલીના ખાંભાના લાસા ગામમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો : ગામની શરીઓમાં નદીઓ વહી

શિયાળુ પાકની તૈયારી હતી તેવા સમયે વરસાદ પડતા જમીન પિચકી ગઇ

અમરેલીના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા લોકોને અષાઢ મહિના જેવું વાતાવરણ સર્જાયું છે. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગામની શેરીઓમાં ધોધમાર પાણી ચાલતું થયું છે. અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા જ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

આજે કમોસમી વરસાદની આગાહી નહી હોવા છતા ખાંભાના લાસા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શેરીઓમાં જાણે નદીઓ વહેતી થઇ હતી. જો કે આ વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ થયો હતો. શિયાળુ પાકને પણ નુકસાન થાય તેવી શક્યતા છે. મગફળી કાઢવાનો સમય હોય મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળી કાઢી હોવાથી ખેતરોમાં પાથરા પડ્યાં છે. જ્યારે બીજી તરફ કેટલાક ખેડૂતો દ્વારા શિયાળુ પાકની તૈયારી હતી તેવા સમયે વરસાદ પડતા જમીન પિચકી ગઇ છે

(11:41 pm IST)