Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જુનાગઢમાં ચોરાઉ હોન્ડા સાથે ઝડપાઇ ગયો

જુનાગઢ, તા., ૨૨: સુખનાથ ચોક, ઝુલેલાલ મંદિર નજીક પેટ્રોલીંગ દરમ્યાન હકિકત મળેલ કે એક ઇસમ કે જેણે શરીરે ચેકસવાળો શર્ટ તથા કબુતરી કલર જેવું જીન્સનું પેન્ટ પહેરેલ છે અને ેની પાસે ૧પ૭૯ નંબરનું સ્પેલન્ડર મોટર સાયકલ છે. જે મોટર સાયકલ આ ઇસમએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ છે તેવી હકીકત આધારે જેલ તરફથી એક ઇસમ મોટર સાયકલ લઇને આવતા પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી પુછતા પ્રથમ ગલ્લા તલ્લા કરવા લાગેલ. જેથી મો.સા. ના રજી.નંબર તથા ચેસીસ નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા ઉપરોકત મો.સા. ચોરીયાઉ હોય અને જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩ ૦ર૩ર૧  ર૩૦૭/૨૧૨૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુન્હો રજી થયેલ. સદરહું બાબતે આરોપીની વધુ પુછપરછ કરતા જણાવેલ કે સદરહું મો.સા. પોતે ચિતાખાના ચોક જુની સીવીલ હોસ્પીટલ નજીક આવેલ એક પાનની દુકાનેથી ચોરી કરેલાની હકીકત જણાવતા મજકુર ઇસમને ઉપરોકત ગુન્હાને કામે અટક કરવા સારૂ હસ્તગત કરી મો.સા. સાથે એ ડીવીજન પો.સ્ટે. ને સંજય રાજુભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ.ર૦ રહે. બકાલા માર્કેટ સુખનાથ ચોક જુનાગઢને સ્પલેન્ડર રજી.નં. જીજે ૧૧ સીબી ૧પ૭૯ કિ. રૂ.૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૩૦,૦૦૦ના મુદામાલ સાથે સોંપી આપેલ છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ.ઇ. એ.ડી.વાળા તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

વેરાવળમાં જુગારનો અડ્ડો

જુનાગઢ રેન્જના ડીઆઇજીપી  મનીન્દર પવાર ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી. જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પોલીસ ઇન્સ. વી.યુ.સોલંકી તથા પો.સ.ઇ. કે.જે.ચૌહાણ તથા પો.સ્ટાફના માણસો સતત કાર્યરત હોય દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર તથા હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટને હકીકત મળેલ કે વેરાવળ શહેરમાં ગોકુલ ધામ સોસાયટી પાસે પોલાભાઇ અરજણભાઇ ચાવડા જુગારનો અખાડો ચલાવે છે. જેથી રેઇડ કરતા રોકડા રૂ. ૧,ર૮,૮૦૦ તથા મોબાઇલ ફોન ૦૬ કી.રૂ.૧૬,પ૦૦ મળી કુલ ૧,૪પ,૩૦૦ના મુદામાલ સાથે (૧) પોલાભાઇ અરજણભાઇ ચાવડા રબારી ઉ.વ.૪પ રહે. વેરાવળ આરતી એપાર્ટમેન્ટ સામે ગોકુલધામ સોસાયટી પાસે (ર) ચંદ્રેશભાઇ ઉર્ફે મુનો રેવાચંદ આયલદાસાણી સીંધી ઉ.વ.પ૦ રહે. વેરાવળ વાણંદ સોસાયટી (૩) અમાનત હુસેન મહમદ હુસેન સૈયદ ઉ.વ.૪૦ રહે. વેરાવળ સોમનાથ ટોકીઝ ફલ્લા મસ્જીદ પાસે (૪) લખમણભાઇ ખીમાભાઇ પરમાર અનુ.જાતી ઉ.વ.૬૦ રહે. પ્ર.પાટણ શાંતીનગર અજમેરી સોસાયટીને ઝડપી લીધા હતા.

ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો.ઇન્સ. વી.યુ.સોલંકી તથા એએસઆઇ અજીતસિંહ પરમાર, મેરામણભાઇ શામળા તથા હેડ કોન્સ. નરેન્દ્રભાઇ ઘટાટ તથા પો.કોન્સ. જગતસિંહ પરમાર, વિરાભાઇ ચાંડેરા વિગેરે પો.સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે. 

(1:22 pm IST)