Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જામનગરના ફલ્લામાં ''સૌની'' યોજના પાઇપલાઇન કામગીરી સમયે ખેડૂતોનો હલ્લાબોલ : ગેરવર્તનના આક્ષેપ

જામનગર, તા. રર : જામનગરના ફલ્લા ગામે કંકાવટી ડેમ પાસેથી સૌની યોજનાની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ખેતરોમાંથી પાઇપ લાઇન નાંખવાની કામગીરી દરમિયાન ખેડૂતોએ હલ્લાબોલ કરી વિરોધ વ્યકત કર્યો છે. કોન્ટ્રાકટર દ્વારા ગેરવર્તન કર્યાના આક્ષેપ સાથે વધુ વળતર અને તાત્કાલિક યથાયોગ્ય સ્થિતીમાં પાક માટે તૈયાર કરી દેવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. ખેડૂતોના ઉહાપોહ ના પગલે પોલીસ કાફલો પણ બોલાવી લેવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાઈપ લાઈન નાખતા પહેલા કોઈએ ખેડૂતોને જાણ પણ નથી કરી તેને લઈને વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર.

(1:19 pm IST)