Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ટંકારાઃ ગુટખા, માવા બાબતે સગીરને પિતાએ ઠપકો આપતા જીવન ટુંકાવ્યું

મોરબી,તા. ૨૨: ટંકારાના લજાઈ ગામની સીમમાં વાડીમાં રહેતા સગીરને તેના પિતાજીએ ગુટખા તેમજ માવા બાબતે ઠપકો આપતા સગીરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજયું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હેત પ્લાસ્ટ પેક કારખાનાની ઓરડીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની આશિષ મગનસિંધ ભુરીયા (ઉ.૧૫) ને તેના પિતાજી મગનસિંધે ગુટખા તેમજ માવા બાબતે ઠપકો આપતા ગત તા,૨૧ ના રોજ આશિષે લીમડાના ઝાડની ડાળીએ દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજયું હતું.જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.

(1:04 pm IST)