Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ટંકારાના હડમતીયા ગામે મજુરનાં કપાસ વેચાણના રોકડ ૮૧,પ૦૦ ની ચોરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રરઃ  મોરબી જીલ્લામાં વધતાની સાથે જ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ટંકારાના હડમતીયા ગામે વાડીની ઓરડીમાંથી તસ્કરો કપાસ વેચાણના રૂપિયા લઇ ગયા હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ ટંકારાના હડમતીયા ગામે અશ્વિનભાઈ ધનજીભાઈ રાણસરિયાની વાડીમાં રહેતા બાબુભાઈ દુલાભાઈ મોહનીયા (ઉ.૩૮) તે ખેત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ગત તા.૧૯ ના રાત્રીના કોઈ અજાણ્યા ચોર ઇસમોએ બાબુભાઈની વાડીમાં પ્રવેશ કરીને રૂમમાં આવીને કપાસ વેચાણના આવેલ રૂપિયા પૈકીના રોકડ રકમ રૂ.૮૧,૫૦૦ રાખેલ હોય જે ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ચેક પોસ્ટ બનાવી અને નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે પણ તસ્કર ટોળકી સક્રિય થતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે અને પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવી છે

આ બનાવમાં વધુમાં સુત્રોમાંથી માહિતી મળી હતી કે બાબુભાઈએ ગત તા. ૧૬ અથવા ૧૭ ના રોજ કપાસનું વેચાણ કર્યું હતું જેના ૧,૫૧,૭૦૦ રૂપિયા જેટલી રકમ આવી હોય અને તેને કોઈ જગ્યાએ રૂપિયા આપવાના હોવાથી તેને રૂપિયા ભરી દીધા હતા અને બાકીના ૮૧,૫૦૦ રૂપિયા  વધ્યા હતા જે ઘરમાં પડ્યા હતા તે ત્રણ જેટલા શખ્સો હાથમાં પાવડો લઈને આવ્યા હોય અને ધાક ધમકી આપીને રાત્રીના લઇ ગયા હોવાની સુત્રોમાંથી માહિતી મળી હતી. 

(1:02 pm IST)