Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જામનગરની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભઃ

જામનગર :  ગુજરાતની ધોરણ ૧ થી ૫ ની શાળા શરૂ કરવા માટે રાજય સરકારે જાહેરાત કરી છે ત્યારે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાદ્યાણી ની જાહેરાતને પગલે જામનગરમાં આજે કેટલીક શાળાઓ ખૂલી છે તો કેટલીક શાળાઓ હજી પણ અવઢવમાં છે. જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. ડોડીયા નો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક ન થયો હતો અને જામનગરની કેટલીક શાળાઓમાં હજી પણ પરિપત્ર નહીં મળવાને કારણે અવઢવમાં છે. તો જામનગરની પ્રણામી સ્કુલ કેટલીક સ્કૂલોએ ધોરણ ૧ થી ૫ ના વર્ગો આજથી રાજય સરકારની શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાતને પગલે શરૂ કરી દીધા છે. જામનગરમાં પ્રથમ દિવસે જ LKG, UKG બાદ સૌપ્રથમ વખત પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓ કોરોના ના કપરા સમય બાદ શાળાએ આવી પહોંચ્યા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલીઓ ના સહમતી પત્રક સાથે ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ પણ આજથી શરૂ થયો છે. ઓફલાઈન ની સાથે ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ આજથી શાળાઓમાં આપવામાં આવી રહ્યું છે ત્યારે ૫૦ વિદ્યાર્થીની હાજરી સાથે જામનગરમાં કેટલીક શાળાઓ શરૂ થઈ ચૂકી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:54 pm IST)