Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

દ્વારકા જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અધિકારીઓની મુલાકાત

ખંભાળીયા તા. રર : દ્વારકા જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર એમ.એ.પંડયા તથા નાયબ જિલ્લા ચુંટણી અધિકારી જી.કે. રાઠોડના મામલતદાર રાણશીભાઇ ગઢવી વિ. દ્વારા ખંભાળિયા પાલિકા વિસ્તાર તથા જિલ્લાના વિવિધ ગામોના મતદાન બુથોની મુલાકાત લેવામાં આવી હતી.

બી.એલ.ઓ.ને મતદાર યાદીમાં નામ સુધારણા કે ઉમેરવાના એકપણ ફોર્મ રહી ના જાય તથા ક્ષતિ રહીત મતદાર યાદી તૈયાર કરવા તથા જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપવામાં આવી હતી. એન.વી. એસ.પી., વોરટ હેલ્પ લાઇન, ગરૂા એપ્લીકેશનમાં વધુ એન્ટ્રી થાય તથા મતદારને ઘરે સંપર્ક કરીને ૧૮થી ર૯ વયના મતદારોના નામ તમામ આવી જાય તે માટે દ્વારકા જિલ્લાના ૬પ૮ બી.એલ.ઓ.દ્વારા બુથ પર કામગીરી કરાઇ હતી. તથા સેકટર ઓફીસર, મામલતદાર તથા ટી.ડી.ઓ. વિ. સ્ટાફ તથા ઇ.એલ.સી. કલાબ ચુનાવ પાઠશાળા વિવિધ કોલેજો કેમ્પસ એમસીડી વિ. દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:53 pm IST)