Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સોરઠના લઘુતમ તાપમાનમાં વધારો-ગુલાબી ઠંડી ગાયબ

સવારથી જ ઉનાળાની અનુભુતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર : સોરઠના લઘુતમ તાપમાનમાં ધરખમ વધારો થતા ગુલાબી ઠંડી ગાયબ થઇ ગઇ હતી.

ગત સપ્તાહમાં જુનાગઢ સહિત સોરઠના હવામાનમાં પલ્ટો આવ્યા બાદ કમોસમી વરસાદ થયો હતો આજે સવારે સપ્તાહના પ્રથમ દિવસે લઘુતમ તાપમાન વધીને ર૩ ડિગ્રી નોંધાયું હતું.

સવારથી તાપમાનનો પારો ઉચકાતા ગુલાબી ઠંડી નહિવત થઇ ગઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૧ કિ.મી.ની રહી હતી.

દરમ્યાન શિયાળામાં સવારથી જ ઉનાળાની અનુભુતી થતા લોક પરેશાન થઇ ગયા છે.

(12:52 pm IST)