Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કેશોદના અક્ષયગઢમાં ગ્રામ રક્ષક દળનો ટ્રેનિંગ કેમ્પ

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રામ રક્ષક દળમાં નવા જોડાયેલા તાલીમાર્થીઓ માટે એક કેમ્પ નું આયોજન કેશોદ ના અક્ષયગઢ મુકામે કરવામાં આવેલ છે. જેમાં એકસોથી વધુ તાલીમાર્થીઓને જૂનાગઢ જિલ્લા SP રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબની સુચનાથી તાલુકાના GRD જવાનોને જૂનાગઢ જિલ્લા ગ્રામ રક્ષકદળના ટ્રેનર દ્વારા વિવિધ પ્રકાર ની ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે. જેમાં GRDમાં જોડાયેલ નવાણું યુવાનો અને અને ઓગણત્રીસ યુવતીઓને આ કેમ્પમાં ટ્રેનરશ્રી વનરાજભાઈ છગન ભાઈ ચૌહાણ દ્વારા ૧૫ દિવસ ની ટ્રેનિંગ આપવામાં આવી રહેલછે. જેમાં પોલીસને લગતી તમામ પ્રકારની તાલીમ જેવી કે ડીસીપ્લીન, સાવધાન, વિશ્રામ, લાઠીડ્રિલ, તેમજ પોલીસ સાથે રહી બંધોબસ્ત કેવી રીતે કરવાનો પબ્લિક સાથે કેવુ વર્તન કરવુ વિ. તમામ સૂચનો સાથે ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે. જેમાં કેશોદના GRD જમાદાર ભીમ ભાઈ ખાંભલા તેમજ અન્ય સહાયક ટ્રેનર તરીકે જોડાયા છે.

(12:51 pm IST)