Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત લતીપુર ખાતે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ

જામનગર તા.૨૦ નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય ''આત્મનિર્ભર ગ્રામ યાત્રા''નો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લતીપુર ખાતે શ્રમઅને રોજગાર પંચાયત-ગ્રામ ગ્રુહ નિર્માણ. રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાના અઘ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તેમજ સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

''આત્મનિર્ભર ગ્રામ યાત્રા'' ધ્રોલ તાલુકાની ખારવા તથા લતીપુર સીટમાં આજરોજ આગમન થયેલ જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરની વિવિધ યોજનાઓ અંતર્ગત મનરેગા યોજનાના ખેંગારકા, હાડાટોડા, જાયવા, રાજપર ગ્રામ પંચાયતના રૂપિયા ૫૬.૦૦ લાખ તેમજ કાગડા, ખેંગારકા આંગણવાડી કેન્દ્રોના રૂ.૧૪.૦૦ લાખ સહિત કુલ ૧૩૨.૧૦ લાખના લોકાર્પણ તથા ખાતમુર્હત કરવામાં આવ્યા.

 આરોગ્ય વિભાગ દ્વારા ૧૨૮ લાભાર્થીઓને રૂપિયા ૪.૯૦ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો  સુખાકારી માટે સી.એન.જી ટીપરવાનનું લોકાપર્ણ કરવા આવ્યું હતું. આ ઉપરાત માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લતીપર થી થોરીયાડી રસ્તાનું. કામનું ૪૯.૫૦ લાખના ખર્ચે ખાતમુર્હત કરાયું હતું.

 મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દિકરી યોજના અંતર્ગત ૯ લાભાર્થીઓને ૯.૯૦ લાખના મંજુરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા. ખેતીવાડી શાખા દ્વારા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ૧૩,૩૧૯ ખેડૂતોને રૂ.૧૯.૩ કરોડની સહાયનું ચૂકવણું કરવામાં આવ્યું.

જિલ્લા પંચાયત વિકાસ શાખા અને તાલુકા પંચાયત દ્વારા ૮૭ કામોનું રૂ. ૧૩૮.૬૧ લાખ નું ખાતમુર્હત અને ૧૦ કામોનું રૂ. ૨૧.૭૮ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 સમગ્ર યાત્રા દરમિયાનપૂર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગીતાબા જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જ્યંતીભાઇ કગથરા, કારોબારી અધ્યક્ષ શ્રીમતી વસંતબેન તરાવીયા, તાલુકા ભાજપ -મુખ   નવલભાઇ મુંગરા, અગ્રણી દેવાણંદભાઇ જીલરીયા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જીલ્લા વિકાસ અધિકારી શ્રી મીહીર પટેલ, પ્રાંત અધિકારી  એચ.પી.જોષી, સહિત વિવિધ વિભાગોના અધિકારી-પદાધિકારીઅને કર્મચારીઓ સહિત સરપંચો, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

(12:50 pm IST)