Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

માળીયા ભચાઉ વચ્ચે કચ્છની નર્મદાની લાઈનમાં ભંગાણ સર્જાતા ૫૦ ફૂટ ઉંચા પાણીના ફુવારા ઉડ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : કચ્છને પીવાનું પાણી પૂરૃં પાડતી નર્મદાની મેઈન લાઈનમાં ભચાઉ તાલુકાના શિકારપુરની આલ્ફા હોટેલ સામે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં લાખો લીટર પાણી વહી ગયું હતું. પાણીમાં રહેલા ફોર્સના કારણે ૫૦ ફૂટ ઊંચા પાણીના ફુવારાઓ ઉડ્યા હતા અને પાણીની નદી વહેવા લાગી હતી. જોકે, પાણી પુરવઠા કચેરી દ્વારા લાઈનની મરમ્મતનું કામ યુદ્ઘના ધોરણે હાથ ધરાયું હતું.

(11:53 am IST)