Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જસદણ-આટકોટ પંથકમાં પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

આટકોટ : આજથી ધોરણ એક થી પાંચ ના, વર્ગો શરૂ થતા બાળકો સ્કુલ જવા પહોચી ગયા હતા સ્કુલમાં પણ કોરોનાની ગાઈડ લાઈન મુજબ પાલન કરી બાળકો ને, પ્રવેશ આપવામાં આવ્યો હતો ઓફલાઇન અને ઓનલાઇન પણ અભ્યાસ ચાલુ રહેશે. ૨૦મહીના પછી સ્કુલ ચાલું થતાં એકથી પાંચના બાળકોમા આનંદની લાગણી ફેલાઈ હતી અને, વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને ઓનલાઇન કરતા ઓફલાઈન ભણવાની મજા આવે છે ત્યારે આજે અમારૂ ભણવાનું શરૂ થશે અમને આનંદ આનંદ થયો છે ૨૦ મહિના સુધી ઓનલાઇન ભણતા પણ સરકાર દ્વારા સ્કુલ સરુ કરવાની મંજૂરી આપી જેથી અમારો અભ્યાસક્રમ આગળ વધશે આટકોટ ની વિવેકાનંદ સ્કુલમા બાળકો ને ટેમ્પરેચર સેનેટાઈઝર કરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ બાળકોને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા આપવામાં આવી જેની એક રંગોળી બનાવવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા- આટકોટ)

(11:52 am IST)