Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કચ્છના બન્નીની પશુપાલન પ્રવૃત્તિ અને સામાજિક સમરસતા બેમિસાલ : ડો. નીમાબેન આચાર્ય

ભુજ તાલુકાના બન્ની વિસ્તારના હોડકો ખાતે વિધાનસભા અધ્યક્ષા દ્વારા ૧૩માં બન્ની પશુ પ્રદર્શન અને હરિફાઇ-૨૦૨૧નો શુભારંભ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : ભુજ તાલુકાના બન્ની વિસ્તારના હોડકો ખાતે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય દ્વારા ૧૩માં બન્ની પશુ પ્રદર્શન અને હરિફાઇ – ૨૦૨૧નો શુભારંભ કરાયો હતો.

આ તકે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, 'બન્નીની પશુપાલન પ્રવૃત્ત્િ। અને સામાજિક સમરસતા બેમિસાલ છે, અને કુદરતી આપતી સમયે સૌ સામાજીક આગેવાનો અને માલધારી આગેવાનો સરકાર સાથે મળી પશુ પાલકોની વહારે આવવાની ભાવના સરાહનીય છે. અને આપના તમામ પ્રશ્નો અને વિકાસ માટે હું હંમેશા આપની સાથે છું, અને આપ સૌ સાથે રહી વિકાસમાં સહભાગી બનો તેવી અભ્યર્થના વ્યકત કરૂ છું.' આ કાર્યક્રમનું સંચાલન કલાધાર ભાઈ મુતવા એ કરેલ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત સદસ્યો દામજીભાઈ ચાડ, રસીદભાઈ સમા, તાલુકા પંચાયતના સભ્યો રમજાન હાલેપોત્રા, ઓસમાણ સમા, બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન પ્રમુખશ્રી સાલેમામદ હાલેપોત્રા, ઉપપ્રમુખશ્રી ફકીર મામદ જત, મંત્રીશ્રી અબ્દુલા તાજન, સહમંત્રી રામજી ભાઈ દેવરાજ, ખજાનચી જત નુરમામદ ખમીસા, સ્થાનિક આગેવાનો મુસાભાઇ સલામભાઈ, અનવરભાઈ, ઈશાભાઈ મુતવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)