Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ઢાંક ગામના આલેચ ડુંગરમાં ચેકડેમ બાંધવા રજૂઆત

ઢાંક તા.રર : ઉપલેટા તાલુકાના હરીયાસણ જાર ખડીનેશ, ચરેલીયા, રાજપરા, ઢાંક, વડેસણ, પ્રાંસલા, મેરવદર તણસવા ગામ પૈકીના તણસવા, નાગવદર, ઢાંક ગામની સીમમાં વેણું -૨ ડેમ વિસ્તારની કેનાલની પાંચ ટકા જમીન પિયત વિસ્તારમાં આવે છે જે અંતર્ગત ઉપરની સીમ જમીન સિવાયની જમીન કુદરતી આધારીત ખેત પેદાશ લઈ શકાય છે ત્યારે આ વિસ્તારમાં કુદરતની મહેરબાની કહી શકાય કે આલેચ નામે ઓળખાતા આ ડુંગરની કોતરો (ઝરણા) એટલા પ્રભાવીત છે કે ડુંગરની નીચે સફેદ પથ્થરો હોવાથી પાણીના સ્ત્રોતને રોકીને ભુગર્ભમાં ઉતારે છે.

જેને લઈને ઉકત તમામ ગામોના બોર કુવામાં અખુટ પાણીની આવક થતી હોવાને કારણે જો આ આલેચ ડુંગર ઉપર ચેકડેમ બાંધવામાં આવે તો ઉપરના તમામ ગામોના ખેડુતો તેમજ પિયત લાયક જમીનને સિધો સિંચાઈનો લાભ મળી શકે તેમ છે . ઉકત વિષયે વિભાગ દ્વારા સર્વે કરાવી જો આ ચેકડેમ બાંધવા બાબતે યોગ્ય દ્યટતી કાર્યવાહી કરવામાં આવે તો આ વિસ્તારમાં સિંચાઈ માટે વરસાદી પાણી સિવાય કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી વિસ્તારના ગામોના લોકો માટે જીવાદોરી સાબીત થઈ શકે તેમ છે. તેમ રજૂઆતમાં પોરબંદરના સાંસદ પાણી પુરવઠા મંત્રીને કરી છે.

(11:46 am IST)