Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જેતપુરમાં એસપીનો લોકદરબાર યોજાયો

 જેતપુરઃ શહેર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસવડા બલરામ મીણાનો લોકદરબાર યોજાયો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમનું એ.એસ.પી. સાગર બાગમારના હસ્તે સ્વાગત કરવામાં આવેલ બાદ પરેડ નિરીક્ષણ કરેલ. બાદ પોલીસ સ્ટેશન ખાતે શહેરના પ્રતિષ્ઠિત સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ઉધોગપતિઓ ઉપસ્થિત રહેલ આ લોક દરબારમાં દરેક વખત મુજબ શહેરના ટ્રાફિકના જૂના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવેલ ઉપરાંત શહેરમાં મહિલા તેમજ ઉદ્યોગિક પોલીસ સ્ટેશન બનાવવા રજૂઆત થયેલ. ઉપરાંત શહેરમાં કાર્યરત થયેલ સી.સી. ટીવી. કેમેરા વધુ ફીટ કરવામાં આવે કેમકે તેનાથી ગુન્હાખોરી રોકી શકાય તેમજ કેશ ઉકેલી શકાય. એસ.પી. બલરામ મીણાએ જણાવેલ કે હાલ વાહનોની સ્પીડ લિમિટ અમલમાં આવેલ છે.  ઉપરાંત શહેરના વોલીબોલ ગ્રાઉન્ડમાં બનેલ શાકમાર્કેટનો મુદ્દો  ચર્ચા કરવામાં આવેલ. એસપીનો લોક દરબાર યોજાયો તે તસ્વીર.

(11:46 am IST)