Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સરકારે ગોંડલ પાલિકાને ૩૬ લાખના ખર્ચે ૪ ટીપરવાન અને રૂ ૩૪.૫૦ લાખની કિંમતના આદ્યુનિક JCB આપ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા )ગોંડલ : ગુજરાત સરકારે ગોંડલ શહેરના વધતા વિકાસ અને વિકસિત એરિયા માં સફાઈ માં પોહચી વળવા ના હેતુથી ગોંડલ નગરપાલિકા ને ૩૬ લાખ ના ખર્ચે ૪ ટીપર વાન આપવામાં આવ્યા હતા જેનું લોકાર્પણ ગોંડલ ભાજપ યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજાના હસ્તે કરવામાં આવ્યુ આ તકે  પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ધીનોજા, કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા , સેનિટેશન ચેરમેનના પ્રતિનિધિ અનિલભાઈ માધડ, ભાજપ અગ્રણી પૃથ્વીસિંહ જાડેજા સહિતનાઓ હાજર રહ્યા હતા.આ સાથે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ની માંગ ને ગુજરાત સરકારે સ્વીકારી રૂ. ૩૪.૫૦ લાખ ના ખર્ચે ૧ આધુનિક JCB વાહન આપવામાં આવ્યું હતું.

(11:45 am IST)