Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મોટી પાનેલીમાં આત્મનિર્ભર રથયાત્રામાં ગ્રામ વિકાસ સહાય યોજનાઓ અને વિકાસ કાર્યોના લોકાર્પણ :

મોટી પાનેલી : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર રથયાત્રા શરુ કરવામાં આવેલ છે જેના સંદર્ભે આજરોજ અત્રેની કે જ ેપટેલ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ખાતે સભારંભ રાખવામાં આવેલ જેમાં અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા સાથે ડીઆરડીઓના જ ેક ેપટેલ મામલતદાર  મહાવદીયા તાલુકા વિકાસ અધિકારી બેલીમ સહીતના અધિકારી  સાથે પીએસઆઇ  ગોજીયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભામાભાઈ ચાવડા સંજયભાઈ માકડીયા સરપંચ મનુભાઈ ઉપસરપંચ  બધાભાઇ આગેવાનો  અશોકભાઈ જતીનભાઈ રમેશભાઈ મહેન્દ્રભાઈ બાબુભાઇ જટુભા મનસુખભાઇ રાકેશભાઈ સંજયભાઈ તાલુકાના સભ્યો નિલેશભાઈ પિયુષભાઇ હરશુખભાઈ ચંદુભાઈ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામજનોને વિકાસના કાર્યો અંગે માહિતગાર કરવામાં આવેલ  અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચે અને ગ્રામ્યના લોકો આત્મનિર્ભર બને તેવી વાત કરી વિવિધ કાર્યોનું લોકાર્પણ કરેલ તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક અને ફંડ વિતરણ કરવામાં આવેલ સાથે જ આયુર્વેદિક કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ સાથે આંગણવાડીના બહેનો દ્વારા બનાવવામાં આવેલ આરોગ્યવર્ધક વાનગીઓનું પ્રદર્શન નિહાળી બહેનોને અભિનંદન પાઠવ્યા હતા આરોગ્ય વર્ધક વાનગીઓમાં આંગણવાડીના બહેનોએ પચાસ જેટલી આરોગ્યપદ વાનગીઓ બનાવી સુંદર જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અતુલ ચગ તેમજ મંત્રીશ્રી લાંગા દ્વારા કરવામાં આવેલ. 

 

(11:43 am IST)