Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગૌતમ અદાણી પાંચેય ભાઈઓના પરિવાર સાથે માદરે વતન થરાદ પહોચ્યાઃ આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરશે

રાજકોટઃ થરાદ માદરે વતનની ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુલાકાત લીધી હતી. પાંચભાઈઓના પરિવાર સાથે તેઓએ સ્થાનિક આગેવાનો અને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને સ્થાનિક આગેવાનોની રજુઆત બાદ થરાદમાં આધુનિક હોસ્પિટલ બનાવવાની વાત પર સહમતી દર્શાવી હતી. થરાદના અનેક આગેવાનો દ્વારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો રાજકીય હેતુ કે સામાજિક ઋણ અદા કર્યું?  ચર્ચાનો વિષય બન્યો છે.

(11:40 am IST)