Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કુતિયાણાના ખાગેશ્રીમાં ત્રણ બહેનના એકના એક ભાઇ ચેતનનો આપઘાત

બાવાજી યુવાને અકળ કારણે પગલુ ભર્યુઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૨: કુતિયાણાના ખાગેશ્રીમાં રહેતાં અને ગામમાં પંચાયતના ટાંકામાંથી પાણી વિતરણનું કામ કરતાં તેમજ છુટક મજૂરી કરતાં ચેતન મનસુખભાઇ લશ્કરી (ઉ.વ.૩૦) નામના બાવાજી યુવાને ગામના પાણીના ટાંકા પાસે ગઇકાલે બપોરે અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કુતિયાણા પોલીસને જાણ કરી હતી. ચેતન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેણે ઝેર શા માટે પીધું તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. એકના એક આધારસ્તંભ દિકરાના મોતથી લશ્કરી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(11:39 am IST)