Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ખોરાણાના રિક્ષાચાલક હિરેનનું પેટ્રોલ પંપેથી અપહરણ કરી કિશોરે ઘરમાં પુરી ધોકાવ્યો

ધંધાખારને કારણે બનાવઃ યુવાનને બેડી ગામે લઇ જવાયો હતોઃ મારકુટ કરી છોડી મુકતાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર લીધીઃ ઘરમેળે સમાધાન

રાજકોટ તા. ૨૨: કુવાડવાના ખોરાણા ગામે રહેતાં રિક્ષાચાલક હિરેન રવજીભાઇ સોલંકી (ઉ.૨૫)ને ગઇકાલે તે બેડી ગામના કાનાબાર પંપ ખાતે પોતાની રિક્ષામાં સીએનજી ગેસ પુરાવવા ગયો ત્યારે બેડીના રિક્ષાચાલક કિશોર કોળી સહિતે તેને ત્યાંથી બાઇકમાં બેસાડી પોતાના ઘરે બેડી લઇ જઇ રૂમમાં પુરી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. હિરેનના  કહેવા મુજબ કિશોર પણ રિક્ષા હંકારતો હોઇ ધંધાખારને કારણે મનદુઃખ રાખી પોતાને પંપેથી કિશોરના ઘરે લઇ જઇ મારકુટ કરવામાં આવી હતી. બાદમાં છોડી મુકાતાં દુઃખાવો થતો હોઇ સારવાર લીધી હતી. જો કે આ મામલે ઘરમળે સમાધાન થઇ જતાં ફરિયાદ નોંધાવી નહોતી. 

હડમતાળાના રવિને પિત્રાઇ ભાઇએ ધોકાથી ફટકાર્યો

ગોંડલના હડમતાળામાં રહેતાં રવિ દિલાભાઇ બાબરીયા (ઉ.૨૦)ને તેના મોટા બાપુના દિકરા બટુકે જુના મનદુઃખને લીધે ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ  અહિ મોત નિપજ્યું હતું. રવિ કલરકામ કરે છે. તેના કહેવા મુજબ જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયો હતો.

(11:38 am IST)