Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પોરબંદરમાં ડ્રગ્સ સંબંધે શંકાસ્પદ વ્યકિતઓની એટીએસ દ્વારા પુછપરછ

સૌરાષ્ટ્રમાં પકડાયેલા ડ્રગ્સનું પગેરૂ પોરબંદર સુધી પહોંચ્યાની શંકા સાથે તપાસનો ધમધમાટ ઃ પોરબંદર પંથકમાં ડ્રગ્સનું સેવન કરનારાઓની વધતી સંખ્યાની ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૨ઃ સૌરાષ્ટ્રના કાંઠા ઉંપરથી પકડાયેલ  કરોડોની કિંમતના ડ્રગ્સનું પગેરૂ પોરબંદર સુધી પહોંચતુ હોવાની શંકા સાથે એટીએસના અધિકારીઓ પોરબંદર  દોડી આવીને તપાસ શરૂ કરી હોવાનું તેમજ ડ્રગ્સ સંબંધે  કેટલીક શંકાસ્પદ વ્યકિતઓની એટીએસની ટીમ દ્વારા પુછપરછ હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે.
 સૌરાષ્ટ્રના કાંઠા ઉંપર થી તાજેતરમાં કરોડોની કિંમતના ઝડપાયેલ ડ્રગ્સનું પગેરૂ પોરબંદર  સુધી હોવાનું અને આ ડ્રગ્સ પાછળ કેટલાક મોટા માથાઓની સંડોવણીની શંકા ઉંભી થતા એટીેએસના અધિકારીઓ પોરબંદર દોડી આવેલ છે. ડ્રગ્સની હેરાફેરી  માટે પોરબંદરનો અતિ સંવેદનશીલ કિનારો દેશદ્રોહી તત્વો માટે કુખ્યાત હોવાનું તેમજ  કેટલાક સમયથી પોરબંદર પંથકમાં નશાકારક ડ્રગ્સનું સેવન કરનારાની સંખ્યા વધી હોવાની લોકવાયકા છે.
પોરબંદરનો અતિ સંવેદનશીલ દરીયાકાંઠા અંગે અનેક વખત સમાચારોમાં ચમકી ગયેલ છે.  આ અતિ સંવેદનશીલ દરીયાકાંઠા ઉંપર સુરક્ષા મજબુત બનાવવા સમયાંતરે રજુઆતો થતી રહે છે પરંતુ તંત્ર ધ્યાન નહી આપતું હોવાની ફરીયાદો ઉંઠે છે.

 

(11:27 am IST)