Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વિંછીયાના ગુંદાળાના મગનભાઇને બે શખ્સોએ જાતિ પ્રત્યે અપમાનીત કરી માર માર્યો

વિંછીયા તા. રરઃ વિંછીયા તાલુકાના ગુંદાળા ગામમાં દલિત શખ્શને સામાન્ય બાબતે બે શખ્સોએ માર મારી, ધમકી દઇ જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ વિંછીયા પોલીસ મથકે નોંધાઇ છે.
મળતી વિગત મુજબ ફરિયાદી મગનભાઇ લાખાભાઇ પરમાર ઉં.વ. ૬૦ રહે. ગુંદાળા તા. વિંછીયા એ વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે (૧) શકિત ગોરધનભાઇ જેજરીયા તથા (ર) જયસુખ લીંબાભાઇ કટેશીયા બંને રહે. ગુંદાળાના નામ આપ્યા છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ આરોપી શકિત બે દિવસ પુર્વે ગામના હનુમાન મંદિરે દારૂ પી ને આવેલ ત્યારે ફરિયાદી મગનભાઇ એ અહીં દારૂ પી ને ન અવાય તેમ કહ્યું હતું જેનો ખાર રાખી બંને આરોપીઓ એક સંપ કરી ફરિયાદી અને તેના પરિવારને લાકડી વડે માર મારી પોતાનું મો. સા. ભટકાડી બેફામ ગાળો ભાંડી જાતિ પ્રત્યે હડધુત કરતા ફરિયાદ નોંધાવાઇ હતી.  આ અંગે વધુ તપાસ વિંછીયા પોલીસે શરૂ કરી છે.

 

(11:18 am IST)