Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કાટકોલા ગામે ત્રણ મહિનાથી કેન્સર પીડિત બળદને જીવતદાન

ખંભાળીયાઃ ભાણવડના કાટકોલા ગામે ત્રણ મહિનાથી એક બળદને કેન્સર થતા આ કેન્સર પીડિત બળદના શીંગડામાં જીવાતો પડી ગઈ હતી તથા નાકમાંથી લોહી વહેતુ થઈ ગયુ હતું. આ બળદના માલિક રોહિતભાઈ દ્વારા ૧૯૬૨નો સંપર્ક કરતા ભાણવડના શિવા લોકેશનની ૧૯૬૨ તાકીદે કાટકોલા દોડી ગઈ હતી તથા ડો. સાહિલ સીંગ તથા પાયલોટ ભરતભાઈએ ત્યાં પહોંચી બળદને શીંગડાનું કેન્સર જણાતા ડો. સાહિલ સીંગ, ડો. પ્રકાશ કુમાવત, ભરતભાઈ વિંઝુડા તથા અશ્વિનભાઈ ગરસર દ્વારા દોઢ કલાક ઓપરેશન કરીને આ બળદને ત્રણ માસથી થતી પીડાથી મુકત કરીને માનવતાપૂર્ણ કાર્ય કર્યુ હતું.

 

(11:18 am IST)