Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

દસ્તાવેજોને આંકે ન આપવાના નીચેની કોર્ટના હુકમો રદ : રિવિઝનો મંજુર કરતી સેસન્સ કોર્ટ

રાજકોટ, તા. ૨૨ :. દસ્તાવેજોને આંકે ન આપવાના નીચેની કોર્ટના ૩ હુકમો રદ કરી સેસન્સ અદાલતે રિવિઝનો મંજુર કરી હતી.
આ કેસની હકીકત જોઈએ તો, ભોજપરા શેરી નં. ૪, જેલ ચોક પાસે, ગોંડલ શહેરમાં રહેતા મગન વણપરીયાએ પોતાના અંગત ઉંપયોગ માટે સબંધના નાતે રેફયુજી કોલોની પાછળ, હંસરાજનગર પાછળ, રાજકોટમાં રહેતા ફરીયાદી કાનજીભાઈ નરશીભાઈ વઘાસીયા પાસેથી રૂા. ૩૦,૦૦,૦૦૦ મેળવી તે રકમ પરત કરવા બાંહેધરી આપી સ્વીકારેલ રકમ પરત કરવા તહોમતદારે તેની બેંકના ત્રણ ચેકો જેમાં રૂપિયા દસ લાખના ત્રણ ચેકો મળી કુલ રૂા. ૩૦,૦૦,૦૦૦ ચુકવવા ઈસ્યુ કરી આપેલ ત્રણેય ચેકો રીટર્ન થતા દાખલ થયેલ ત્રણેય કેસોના કામે આરોપી તરફથી ફરીયાદીની ઉંલટ તપાસ ચાલી રહેલ હતી ત્યારે જે જે દસ્તાવેજો સબંધે સવાલો પુછેલ તે દસ્તાવેજો ફરીયાદ દાખલ કરતી વખતે રજુ કરેલ ન હતા તેથી ચાલુ જુબાનીએ દસ્તાવેજો રજુ કરી તેને આંકે આપવા ત્રણેય કેસોમાં ફરીયાદીએ આપેલ અરજીઓ નીચેની અદાલતે નામંજુર કરતા ઉંપરોકત ત્રણેય રીવીઝનો નીચેની અદાલતમાં હુકમો રદ કરવામાં આવેલ. જેથી સેસન્સ કોર્ટમાં રિવિઝન થયેલ હતી.
સેસન્સ કોર્ટે બન્ને પક્ષકારોની દલીલો રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા ફરીયાદીની ઉંલટ તપાસ દરમિયાન પૂછવામાં આવેલ સવાલો આનુસંગીક દસ્તાવેજો રેકર્ડ પર રજુ થયેલનું જણાતુ હોય ઓથેન્ટીક દસ્તાવેજો હોય ફરીયાદીના પુરાવાનો હક્ક ચાલુ હોય કલોઝીંગ પુરીશીશ આપવામાં ન આવે ત્યાં સુધી ફરીયાદીનો હક્ક ઓપન હોય તેથી દસ્તાવેજો રજુ કરવા માટે પરવાનગી માગવાની જરૂરત ન હોય દસ્તાવેજો રજુ થઈ આંકે પડવાથી તેના કન્ટેન્ટ પુરવાર થઈ જતા નથી ફરીયાદીને તેનો કેસ પુરવાર કરવા દસ્તાવેજો રજુ કરતા રોકી શકાય નહીં એપેક્ષ કોર્ટના ચુકાદા મુજબ ડોકયુમેન્ટસને આંકે આપી શકાતા હતા જે હકીકતો લક્ષે ન લેતા ફરમાવેલ હુકમમાં હસ્તક્ષેપ કરવો જરૂરી માની નીચેની અદાલતના દસ્તાવેજોને આંક ન આપવાના ત્રણેય હુકમો રદ કરી ત્રણેય રીવીઝનો મંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ.
ઉંપરોકત કામમાં ફરીયાદી કાનજીભાઈ વઘાસીયા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

 

(10:28 am IST)