Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ધોરાજી પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાના આધારે સેન્ટીંગ ની પ્લેટો ની ચોરી કરનાર આરોપીને એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાના આધારે સેન્ટીંગ ની પ્લેટોની ચોરી કરનાર આરોપીને એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક બલરામ મીણા  તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર
બાગમારનાઓએ મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી ધોરાજી પો.સ્ટેના પો.ઇન્સ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટેમાં એ. પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૦૨૧૧૧૦૪/૨૦૨૧આઇ.પી.સી.કલમ ૩૭૯ તા.૨૦/૧૧/૨૧ તથા એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૧૧૧૦૫/૨૦૨૧ આઇ.પી.સી.કલમ ૩૭૯તા.૨૦/૧૧/૨૧ થી ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને ધોરાજી સીટીમાં “HAWK-EYEપ્રોજેકટ હેઠળ લાગેલ
સી.સી.ટી.વી કેમેરામાં ચોરી અંગે ચેક કરતા જેમાં મારૂતી વાનના રજી નં-GJ-03-BA-470s વાળુ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવેલ હોય અને તે શંકાસ્પદ મારૂતી વાન હાલ ધોરાજી ગામમાં આવેલ હોવાની ધોરાજી પો.સ્ટે.ના પો.કોન્સ.અરવિંદસિંહદાનુભા તથા .કોન્સ. રવિરાજસિંહ ઘેલુભા ને ખાનગી રાહે મળેલ સંયુકત હકિકત આધારે તે નંબરવાળી મારૂતિ વાનની વોચમાં રહી વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં સદરહુ મારૂતિ વાનમાં સેન્ટીંગની પ્લેટો ભરી મળી આવતા મજકુરને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા સેન્ટીંગની પ્લેટો ચોરી કરેલનું જણાવતો હોય તેમજ ધોરાજી શહેરમાંથી અલગ-અલગ બેજગ્યાએથી સેન્ટીંગની પ્લેટોની ચોરી કરેલ હોવાનું જણાવતા મજકુરને અટક કરી તેના વિરૂધ્ધ ધોરાજી પો. સ્ટે.માં કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીમાં (૧)- સતીષભાઇ રવજીભાઇ મકવાણા ઉ.વ.૩૬ રહે.રાજકોટ હુડકો ચોકડી વેલનાથ સોસાયટીકબજે કરેલ મુદામાલ(૧)- મારૂતી વાનના રજી નં-GJ-03-BA-470s કિ.રૂ.૫૦,૦૦૦(૨)- સેન્ટીંગની લોખંડની ૩૨ ફુટ લંબાઇ-પહોલાઇની પ્લેટ નંગ-૪૮ કિ.રૂ.૨૮,૮૦૦(૩)- સેન્ટીંગની લોખંડની ૧૫*૩૬ ઇંચ લંબાઇ-પહોલાઇની પ્લેટ નંગ-૧૩ કિ.રૂ.૭,૮૦૦(૪)-સેન્ટીંગની લોખંડની ૧.૫*૨.૫ ફુટ લંબાઇ-પહોલાઇની પ્લેટ નંગ-૨ કિ.રૂ.૩,૦૦૦(૫)-સેન્ટીંગની લોખંડની ૩૧ ફુટ લંબાઇ-પહોલા ઇની પ્લેટ નંગ-૧૬ કિ.રૂ.૯,૬૦૦
(૬)-સેન્ટીંગની લોખંડની ૨૧ ફુટ લંબાઇ-પહોલાઇની પ્લેટ નંગ-૧૧ કિ.રૂ.૬,૬૦૦(૭)- સેન્ટીંગની લોખંડની પ્લેટના કટકા નંગહોય જેની કિ ૮૯-.રૂ.૬,000-કુલ કિં.રૂ-૧,૧૧,૮૦૦/-
કામગીરી કરનાર અધિ/કર્મચારીમાં એચ.એ.જાડેજા પો.ઇન્સ રવિરાજસિંહ બાપાલાલ પો.કોન્સ
 પી.એ. મારવાડા પ્રો.પો.ઈન્સ.બળદેવભાઇ મનુભાઇ પો.કોન્સ. અરવિંદસિંહ દાનુભા પો.કોન્સ
 નાશીરભાઇ હબીબભાઇ પો.કોન્સ રવિરાજસિંહ ઘેલુભા પો.કો. વિગેરે સ્ટાફ રોકાયો હતો

(9:09 pm IST)