Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મોરબીમાં રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીની અધ્ય્ક્ષતાંમાં બેઠક યોજાઈ

 

મોરબી : સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ સમયમર્યાદામાં યોજાય તે માટે રેવન્યુ વિભાગ અધિકારીઓ સાથે રાજય ચૂંટણી આયોગના સચીવ મહેશ જોષીએ આજે કલેકટર કચેરી સભા ખંડમાં મોરબી જિલ્લા રેવન્યુ વિભગના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી

જે બેઠકમાં ચુંટણી આયોગના સચિવે જણાવ્યું હતું કે મતદારોમાં વધુમાં વધુ જાગૃતી આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વેપના કાર્યક્રમો યોજવા સુચનો કર્યા હતા તેમજ જેવી લોકલ બોડીમાં જગ્યા ખાલી પડે તે તુરંત સમય મર્યાદામાં ચૂંટણી યોજી શકાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું

બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ , અધિક કલેકટર કેતન જોશી , પ્રાંત અધિકારીઓ એસ.જે.ખાચર , એન.એફ . વસાવા, અનિલ ગોસ્વામી સહિત જિલ્લામાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:41 am IST)