Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગોંડલના સડક પીપળીયા નજીક કારખાનામાં સુતેલા ૭ માસના બાળક પર કાર ફરી વળીઃ મોત

રાજકોટ, તા., રરઃ ગોંડલના સડક પીપળીયા ગામ પાસે કારખાનામાં સુતેલા  ૭ માસના બાળક પર કાર ફરી વળતા કરૂણ મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં આવેલ સોપાન ઇન્ડસ્ટ્રીઝ ઝોનના કારખાનામાં રવી બારીયા (ઉ.વ.૭ માસ) સુતો હોય કાર નં. જીજે૧૩ એન ૪૪૩૪ના ચાલક વિનેશ કુમાર પાડલીયાએ કાર પુરઝડપે ચલાવી સુતેલા બાળક પર ચડાવી દેતા ગંભીર ઇજા થતા તેનું કરૂણ મોત નિપજયું હતું.

આ બનાવ અંગે મૃતક બાળકના પિતા મનસુખભાઇ નગરસીંઘ બારીયા (રહે. મૂળ ગામ ઝાંઝરવા (એમપી) એ કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

માસુમ પુત્રના મોતથી આદિવાસી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(1:05 pm IST)
  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST

  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST