Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

લાંચ લેતા ઝડપાઈ ગયેલ કોન્સ્ટેબલની ઓફીસમાંથી દારૂની ૩ બોટલ મળી આવી

જામનગર : સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોરબી એ.સી.બી. ના પ્રવિણભાઈ કાનદ્મભાઈ લીલા એ ફરીયાદ નોંધાવી છે કે, ઓસ્વસીસ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ વાળી ઓફીસ પટેલ કોલોની શેરી નં. ર ગેલેરીયા કોમ્પ્લેક્ષ પાસે ચંદ્રવિજયસિંહ ઉર્ફે બકાભાઈ હરદેવસિંહ ઝાલા, લાંચ ના છટકામાં લાંચની  ઝડપાતા તેના કબ્જા હવાલા વાળી ઓફીસની ઝડતી તપાસ દરમ્યાન ઓફીસમાં બોટલ નંગ-૩, કિંમત આ.૧ર૦૦/- ઝડપાઈ.

ચલણી નોટો વડે જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામનગર : સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ક-પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, પવનચકકી સર્કલની બાજુમાં, હનુમાનજીના મંદિરની પાસે  દિનેશ ગીગાભાઈ ડાબી, વિજયભાઈ પંચમપ્રસાદ ખરવાલ, કાળુભાઈ છગનભાઈ આડેદરા,નોટના નંબર ઉપર એક બેકીનો જુગાર રમી રમાડતા રૂ.૧૦૧૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. આરોપી દિલીપભાઈ પોપટભાઈ કાળાવદરા, ફરાર થઈ ગયેલ છે.

ગાડીના કાગળો બનાવાનું કહેતા માર માર્યાની રાવ

સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રભાઈ મારખીભાઈ રાવલીયા એ ફરીયાદ નોંધાવી છેકે,  ધર્મેન્દ્રભાઈએ રવી મુંજાલ પાસેથી આઠેક મહિના પહેલા સી.બી.ઝેડ મોટરસાયકલ ખરીદ કરેલ હતું જેના રૂ.૧૦,૦૦૦/- આપેલ તથા ૧૦,૦૦૦/- કાગળો ફરીયાદી ધર્મેન્દ્રભાઈ ના નામના થાય ત્યારે આપવાનું નકકી કરેલ જે ઘણીવાર કહેવા છતા કાગળો ફરીયાદી ના નામના કરેલ ન હોય એન આ બાબતે ઝઘડો થતા આ બાબતનો ખાર રાખી હવાઈ ચોક ખંભાળીયાના નાકા બહાર રિઘ્ધી પાન પાસે ફરીયાદી તેના મિત્ર સાથે પાનમસાલો ખાવા ઉભેલ હોય ત્યારે આરોપી રવી મુંજાલ, રવી મુંજાલનો ભાઈ જેનું નામ ખબર નથી બંન્ને આવી આરોપી રવી મુંજાલે પોતાના હાથમાં રહેલ લાકડાના બેટ વડે ફરીયાદી ધર્મેશભાઈને કપાળના ભાગે એક મારી ફરીયાદી રવી મુંજાલ નીચે પડી જતા બંન્ને આરોપીઓએ ગાળો આપી માર મારી અને કહેલ કે આજે તો તું બચી ગયો ફરીવાર મળીશ તો જાનથી પતાવી દેવો છે તેમ ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પંચે 'એ'ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. યશપાલસિંહ અનિરિૃઘ્ધસિંહ જાડેપ્ર એ ફરીયાદ નોંધાવી છે કે, ધુવાવ હાઉસીંગ બોર્ડ પાસે, પ્રવિણભાઈ લક્ષમીદાસ ગજરા, બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

હાર્ટએટેક આવતા વૃઘ્ધનું મોત

અહીં નવી જેલ, ભરવાડપાળામાં રહેતા જીતેન્દ્રભાઈ કેશુભા ચાવડા, ઉ.વ.પજી, એ સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રહેર કરેલ છે કે, રતનસિંહ કેશુભા ચાવડા, ઉ.વ.પપ, રે. શંકર ટેકરી, નવી જેલ પાછળ, ભરવાડ પાડો, છાતીમાં દુઃખાવો ઉપડતા હાર્ટ એટેક આવતા મરણ ગયેલ છે.

(1:02 pm IST)