Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કેશોદના પ્રાંસલી ગામે કુવામાં પડેલ શિયાળનુ રેસ્કયુ

કેશોદ,તા.૨૧:તાલુકાના પ્રાંસલી ગામના ખેડુત ધર્મેન્દ્રભાઈ દયાતરની વાડીએ કુવામાં પડેલ શિયાળનું વન વિભાગની સુચનાથી ટ્રેકરોના માર્ગદર્શન હેઠળઙ્ગ વોલીએન્ટર ટીમ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરી શિયાળને સુરક્ષિત કુવા બહાર કાઢવામાં આવ્યુ.

કેશોદ તાલુકાના પ્રાંસલી ગામના ખેડુત ધર્મેન્દ્રભાઈ કનુભાઈ દયાતરની વાડીએ કુવામાં શિયાળ પડી ગયેલ હોય જે બાબતની ખેડુત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા આરએફઓ ફળદુની સુચનાથી ટ્રેકર નિરવ લશ્કરી તથા અભય વ્યાસના માર્ગદર્શન હેઠળ લાયન નેચર કલબની વોલીએન્ટર ટીમ દ્વારા કુવામાં પડેલ શિયાળનુ રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.

કુવામાં પડેલ શિયાળનુ ભારે જહેમત બાદ રેસ્કયુ ઓપરેશન સફળ થયુ હતું. કુવામાંથી બહાર કાઢેલ માદા શિયાળ હોવાનુ જાણવા મળ્યું હતું રેસ્કયુ ઓપરેશન ટીમ સાથે ઉપસ્થિત રહેલ વેટરનરી ડોકટર વિરલ ઠુંબરે શિયાળની પ્રાથમિક તપાસ કરતા માદા શિયાળ સંપુર્ણ તંદુરસ્ત સુરક્ષિત જોવા મળેલ હતુ

અત્રે ઉલ્લેખનીય છે કે જે માદા શિયાળનુ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી કુવામાંથી બહાર કાઢવામાં આવેલ તેમના પ્રાંસલી સિમ વિસ્તારમા બચ્ચા હોય તે વિસ્તારમાં માદા શિયાળને સુરક્ષિત છોડવામાં આવેલ હતું.

(12:59 pm IST)