Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જેતપુરમાં બાળા સાથે અડપલા કરનાર અશોક ધોબીને ૮ વર્ષની કેદ

જેતપુર તા. રર :.. શહેરની સાડા ત્રણ વર્ષની દિકરીને તેના પાડોશમાં રહેતો શખ્સ અશોક બાબુ ધોબી આ દિકરીને અવાર નવાર ભાગ લઇ દેવાના બહાને લઇ જતો હોય એક વખત આ દિકરી તેના  માતા-પિતાને ફરીયાદ કરતા જાણવા મળેલ કે તે હેવાન આ દિકરીને શારીરિક અડપલા કરતો હોય જે આધારે તેની માતા એ ગત તા. ર૮-૪-૧૮ શહેર પોલીસમાં ફરીયાદ લખાવતા પોલીસે અશોક ધોબી વિરૂધ્ધ આઇપીસી ૩પ૪, ૩પ૪ (એ.), ૩૭૬ એ., ૩૭૬-બી, ૩૭૬ (ર) જીજે પો.કસો. ૩ સી., ૬, ૮, ૧ર મુજબ ગુન્હો નોંધેલ છે.

આ કેસ શહેરની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા એડી. પી. પી. કે. એ. પંડયાએ પંચ - પુરાવા રજુ કરી ધારદાર દલીલો કરતા સ્પે. જજ શ્રી એચ. સી. વોરાએ આરોપી અશોક ધોબીને ૮ વર્ષની કેદ અને રૂ. ૧પ૦૦ નો દંડ ફટકારેલ છે.

(12:58 pm IST)