Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જેતપુરના પેઢલા પાસે કાર હડફેટે બાઇક ચાલક યુવકનું મોત

જેતપુર, તા. રરઃ  ઉપલેટાના કલારીયા ગામે રહેતા યાસીનભાઇ સીદીકભાઇ સમા (ઉ.વ.૩પ) ગત તા. ૧૯ના રોજ ભાવનગર ખાતે ગાડી લેવા જવાનું હોય પોતાના ઘેરથી હોન્ડા મોટર સાયકલ નં. જીજે-૦૭-બીસી-૧ર૭૧ વાળુ લઇને નીકળેલ જેતપુર આવી તેના મિત્ર જાવેદભાઇ સાથે ગાડીમાં ગયેલ ત્યાં પરત ફરી તા. ર૦ના રોજ રાત્રીના ૧ર વાગ્યાના અરસામાં પોતાનું હોન્ડા લઇ કબારીથી પરત આવતા હતા ત્યારે પેઢલા નજીક હાઇવે પર પાછળથી પુરઝડપે આવતી વોકસ વેગનની વિન્ડોકાર નં. જીજે-૦૩-એફડી-૩૭૧૭ના ચાલકે બાઇકને હડફેટે લેતા યાસીનભાઇ ફંગોળાઇ રોડ પર પડતા માથામાં ગંભીર ઇજા થયેલ ઘટના સ્થળે જ તેનું મોત નિપજેેલ કાર ચાલક ફરાર  થય ગયેલ. કારમાં બેઠેલ ર વ્યકિતઓને પણ ઇજા થયેલ બનાવની જાણ થતા ડેડ બોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલે લાવી યાસીન ભાઇના પત્ની રોશનબેનની ફરીયાદ પરથી કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ એમ.એફ. ચૌહાણ ચલાવી રહ્યા છે.

(12:58 pm IST)