Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જૂનાગઢમાં સેવાસેતુ યોજાયોઃ ૧ હજાર અરજીઓના ઢગલા

જુનાગઢ તા.૨૨: રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોના ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્યાપી ''સેવા સેતુ'' કાર્યક્રમ પાંચમાં તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા, જુનાગઢના સંયુકત ઉપક્રમે શહેરના વોર્ડ નં.૮,૯,૧૦,૧૧ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ ગર્વમેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ,આઝાદ ચોક, જૂનાગઢ ખાતે પ્રારંભ માન.મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ,માન. કમિશનર શ્રી તુષાર સુમેરા, કોર્પોરેટરશ્રી ભાવનાબેન,પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનરશ્રી એમ.કે.નંદાણીયા, એસ.બી.એસ.બેંક ચીફ મેનેજર રાહુલ ગુપ્તા, આસી. કમિશનર જયેશભાઇ વાજાની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ છે.

રાજય સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ, વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ ૨૨સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ હતા. સરકારશ્રીનાં જુદા-જુદા ૧૩ વિભાગોની ૫૭ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ જેમાં આધારકાર્ડ નોંધણી, મા અમૃતમકાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, જુદી-જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ સ્વરોજગાર યોજના ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા માસીક પાસ તથા ઓનલાઇન રીર્ઝવેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ છે. અને વ્યકિતલક્ષી રજૂઆત પણ ધ્યાને લઇ તેનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમ્યાન શહેરીજનો દ્વારા જુદા-જુદા વિભાગોની કુલ-૯૭૭ અરજી કરવામાં આવેલ, જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર તથા ગુમાસ્તા ધારા હેઠળ પ્રમાણપત્ર, આવકનો દાખલો, માં કાર્ડ, આધાર કાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર એનાયત કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ડો.રવી ડેડાણીયા, ઇલેકટ્રીક ઇજનેર હાજાભાઇ ચુડાસમાં, ઓફિસ સુપ્રી,જીગ્નેશભાઇ પરમાર, સ્ટોર કીપર ભારત મુરબીયા, એકાઉન્ટન્ટ આશીષભાઇ કોડીયાતર તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રાજય સરકારશ્રીના વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:57 pm IST)
  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST