Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા કેનાલો સાફ ન થતા ઓવરફલોની ભીતી

ખેડૂતોમાં રોષ સાથે નારાજગીઃ તાકીદે કેનાલોની સફાઇ કરવા માંગ

વઢવાણ, તા.૨૨: વિરમગામ ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા કેનાલોના પાણી ભોજવા,ધાકડી,ઝુંડ,કાલીયાણા,ડુમાણા સહીત ગામોમાં નર્મદા કેનાલ દ્વારા પાણી પહોંચે છે પરંતુ આ વર્ષ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલોની અંદર મોટા પ્રમાણમાં દ્યાસ,જારુ ઝાખરા જેવી વનસ્પતિ ઊગી નીકળળતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે ત્યારે અવરોધ થવાથી કેનાલ ઓવરફલો થઈ ખેતરમાં પાણી ફરી વળવાની શકયતા છે.

 કેનાલો પર બાવળો જેવી વનસ્પતિ ઉગી નીકળી છે કેનાલ ને જલ્દી સાફ સફાઈ કરવામાં આવે અને ખેડૂતોને પાણી મળે તે માટે નર્મદાનું પાણી છોડવામાં આવે કારણકે વરસાદ વધારે હોવાના કારણે આગળના પાક નિષ્ફળ ગયા છે.

હાલ ખેડૂતો દ્વારા જીરુ,ઇસબગુલ,દ્યઉં જેવા પાકોની તૈયારી કરી બેઠાં છે અગાઉ વરસાદના કારણે ખેડૂતો હાલ ખેતી કરવામાં મોડા પડ્યા છે ત્યારે પાણી લેવાનો સમય થઈ ગયો છે પરંતુ નર્મદાના અધિકારીઓ હજુ સુધી સાફ-સફાઈ કેનાલની કરી નથી તો પાણી કયારે છોડશે કેવી રાહ જોઈ ખેડૂતો બેઠા છે ત્યારેઙ્ગ ખેડૂતો નું કહેવું છે કે જલ્દી થી પાણી મળે તેવી ખેડૂતોને આશા છે. તંત્રએ તાકીદે ખેડૂતોની લાગણીને સમજીને વહેલી તકે નિર્ણય લેવાય તેવી આશા વ્યકત કરી છે.

(12:56 pm IST)