Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઉના નવાબંદર ચોકડીએ કારમાં દારૂની ૮૨ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

ઉના તા ૨૨  :   પોલીસે નવાબંદર ચોકડી દેલવાડા પાસે વેગનઆર મોટર કારમાં ર આરોપીઓને ૮૨ બોટલ ઇંગ્લીશ દારૂ તથા મોટર કાર મળી ૧ લાખ ૨૮ હજારનો જથ્થો પકડી પાડી ગુનો દાખલ કરી ધકપકડ કરી છે.

દેલવાડા ગામ આગળ નવાબંદર ચોકડી પાસે રેન્જ આઇ.જી.પી. પુવાર તથા જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની  સુચનાથી દારૂબંધીનો કડક અમલ કરવા ઉનાના પોલીસ ઇનસ્પેકટર વિજય એમ. ચોૈધરીના માર્ગદર્શન હેઠળ ડી. સ્ટાફના  પોલીસ ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ ગોહીલ તથા સ્ટાફે ઘોઘલા તરફથી આવતી મારૂતી વેગનઆર મોટરકાર જીજે-૦૧-એચડી-૮૪૪૧ ને રોકાવી તેમાં બેઠેલ નયનભાઇ મગનભાઇ રાઠોડ, યોગેશભાઇ દેવસીભાઇ પરમાર, રે. જુનાગઢ વાળાના કબજામાંથી પાસ પરમીટ વગરની પરપ્રાંતની ઇંગ્લીશદારૂની જુદી જુદી બ્રાન્ડની નંગ-૮૨ રૂા ૨૮૦૦૦/- તથા ૧ લાખની મોટરકારની કુલ મળી રૂા ૧લાખ ૨૮ હજારના મુદ્દામાલ પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:52 am IST)