Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

તળાજા પાલિકાના વિપક્ષના નેતામાટે કોંગ્રેસએ સેન્સ લીધા

મુસ્તાક મેમન સતત ગેરહાજર રહેતા : નવા ચહેરા તરીકે સોયબખા પઠાણ પર પસંદગી

તળાજા તા.૨૨:  તળાજા નગરપાલિકાના વિપક્ષના નેતા ધંધાર્થે સ્થળાંતર કરી ગયા છે.આથી તેઓ સામાન્ય સભા સહિત રોજિંદા બનતા વિષયમાં સતત ગેરહાજર રહેતા હોય શહેર કોંગ્રેસ ્દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.હવે દડો જિલ્લા અને પ્રદેશ કક્ષા એ પહોંચ્યો હોવાની વાત જાણવા મળી રહી છે.સતત ગેર હાજર રહેનાર વોર્ડ ૩ ના નગર સેવકે પોતે આગામી સામાન્ય સભામાં હાજર રહશે તેમ જણાવ્યું હતું.

તળાજા નગરપાલિકાના ૨૭સભ્યો માંથી બે જેલવાસ અને એક સભ્ય એ વ્યવસાય અર્થે સ્થળાંતર કરેલ હોય સામાન્ય સભામાં હાજર રહી શકતા નથી.  આમ કુલ ત્રણ નગરસેવકો ની સામાન્ય સભામાં ગેર હાજરી વર્તાય છે. જેમાં એક છે.વોર્ડ ૩ના મુસ્તાક મેમન.તેઓ લડાયક અને અનુભવી નગર સેવક હોવાના નાતે કોંગ્રેસે તેઓને વિપક્ષ નાનેતા તરીકેની જવાબદારી સોપો હતી. તેઓ લગભગ છેલ્લી ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર હોય આથી કોંગ્રેસ ્દરારા નવા વિપક્ષનાનેતા પસંદ કરવા કવાયત હાથધરી હતી.

શહેર કોંગ્રેસના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી એ જણાવ્યું હત ુંકે  સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને લઈ સોયબખા પઠાણ નું નામ પ્રદેશ માં મોકલવામાં આવેલછે. પ્રદેશ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યા બાદ નિમણુંક ની જાહેરાત કરવામાં આવશે.

બીજી તરફ વ્યવસાય અર્થે સુરત સ્થાઈ થયેલ મુસ્તાકભાઈ મેમન એ જણાવ્યું હતુંકે પોતે નગરસેવક તરીકે ચાલુ રહેવા હાલ તો ઈચ્છે છે. આગામી સામન્ય સભામાં તેઓ હાજર રહેશે. સમય અને સનજોગો ને આધીન બીજી ટર્મ સમયે રાજીનામું આપવુ કે કેમ તે અંગે મતદારો અને સાથી સભ્યો સાથે પરામર્શ કરશે તેમ ઉમેર્યું હતું. જો મુસ્તાકભાઈ મેમન રાજીનામુ આપે અથવા સામાન્ય સભાના નિયમ પ્રમાણે સતત ગેર હાજર રહેતો સસ્પેન્ડ થાય .જો સામાન્ય સભા માં સતત ગેરહાજરનો વિષય આવે તો જેલમાં રહેલ સભ્યો પણ સસ્પેન્ડ થાય તો ત્રણ નગર સેવકો ની ચૂંટણી પણ આવી શકે ખરી !!

કુલ ૨૭ સભ્યો માંથી ૧૨ સભ્યો કોંગ્રેસના અને ૧૫ ભાજપ ના છે.  છેલા કેટલાક સમય થી પાલિકા નો બીજી ટર્મ નો ઇતિહાસ વિવાદ સ્પદ રહ્યો છે. વર્તમાંન ટર્મ ને હજુએક વર્ષ બાકી છે.બીજી ટર્મ માં પ્રમુખ બનવા માટે કમસેકમ ત્રણ થી વધુ દાવેદારો ભાજપ માજ હશે. જો ભાજપ માં ખેંચતાણ અને અસંતોષ ઉભો થયો તો કોંગ્રેસ લાભ ઉઠાવશે. તેવું અટકળો  અત્યારથી જ ચર્ચા સ્થાને છે.

(11:51 am IST)