Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પૂર્વ પંચાયત મંત્રી કવાડીયા દ્વારા ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચુકવવા રજુઆત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી ખેડૂતોને ચોમાસામાં થયેલ નુકસાનીનું વળતર આપવા કરાઈ માંગ

હળવદ,તા.૨૨: આ વર્ષે ચોમાસા બાદ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેતા ખેડૂતોએ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની લાગણીને ધ્યાને લઈ રાજયના પૂર્વ પંચાયત મંત્રી કવાડીયાએ ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને વીમો તેમજ પાક નુકસાનીનું વળતર ચુકવવામાં આવે તે માટે રાષ્ટ્રના વડાપ્રધાનને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે. ત્યારે રાજય સરકાર તરફથી ખેડૂતોને વળતર મળી રહે તે દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. જેથી પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડીયાએ પ્રધાનમંત્રીને પત્ર લખી ખેડૂતોને વળતર ચુકવવા માંગ કરી છે.

ગુજરાતમાં વધુ વરસાદ પડતા ખેડૂતોને પાકની નુકસાનીનું ભોગ બનવુ પડયુ છે. જે એક ચિંતાનો વિષય છે. સરકારનું લક્ષ હંમેશા ખેડૂતોના હિત અને સમૃધ્ધિ તરફ સતત વિચારશીલ બની રહ્યું છે ત્યારે મારે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અને ફરજના ભાગરૂપે ખેડૂતોને પાક વીમો સત્વરે ચુકવામાં આવે તેમજ ઝાલાવાડ વિસ્તારમાં કપાસ, મગફળી, ગવાર તેમજ અન્ય ચોમાસા પાકનું નુકસાન થયેલ છે જેથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જે ખેડૂતોએ પ્રિમિયમ ચુકવેલ છે તે ખેડૂતોને સત્વરે પાક વીમો ચુકવવામાં આવે તેમજ જે ખેડૂત પાક પ્રિમિયથી વંચિત રહી ગયા છે તેઓને પણ પાક નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ રાજયના પંચાયત મંત્રીએ વડાપ્રધાન સમક્ષ કરી છે.

(11:48 am IST)