Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મુસ્લિમ યુવતીએ ૧૩ બળદોના મોત નિપજાવવા બદલ ફરિયાદ નોંધાવી

ગિરપંથકના બળદ હોવાનું જાણકારો નું અનુમાનઃ મહુવા પાલીતાણા પંથકના સીસીટીવી કેમેરા ચેક કરવા જરૂરી

 ભાવનગર તા.૨૨:તળાજાના વેળાવદર નજીક ભાવનગર હાઇવે પરથી બિનવારસી મળી આવેલ ટ્રક માંથી તેર મૃત બળદો મળી આવ્યા હતા. આ દ્યટનાના પગલે મહત્વની બાબતએ છેકે વેળાવદર ગામની અને બપાડાના પાટિયા પાસે આવેલ મફત નગર માં રહેતી મુસ્લિમ યુવતી એ નોંધાવીછે.

તળાજા પો.સ્ટે ના મહિલા પો.સ.ઇ સોલંકી પાસેથી મળતી હકીકત પ્રમાણે વેળાવદર નજીકથી બિનવારસી મળેલ ટ્રક માં તેર બળદો ના મૃતદેહ દુર્ગધ મારતા મળો આવેલ હતા. જેને લઈ વેળાવદર ગામના ફરીદાબેન મહેબૂબભાઈ રફાઈ રે. હાલ બાપડા ના પાટિયા પાસે મફતનગર વાળા એ ટ્રક ન.જીજે ૩૧ટી ૨૯૮૯ના ચાલક વિરુદ્ઘ ગૌવંશ ના તેર બળદો ને ટ્રક માં ખીચોખીચ ભરી,દવા,પાણી,દ્યાસચાર ની સગવડ ન કરી ને દ્યાતકી પણું વાપરેલ હતું.જેને લઈ તમામ બળદો ના મૃત્યુ થયા હતા.

જાણકારો નું કહેવું છેકે બળદ જોતા ગીર પંથકના હોઈ શકેછે.આથી પાલીતાણા અને મહુવા,જેસર પંથક ના સીસીટીવી કેમેરા તપાસવામાં આવે તો ટ્રક બાબતે તપાસ થઈ શકે.

ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ના ગામે ગામ ,હાઇવે પર રખડતા ગૌવંશ ના ખાસ કરી વધુ પ્રમાણ માં ખુટિયાઓ રાહદારીઓ ને લાગલગાટ નુકશાન પહોંચાડી રહ્યા છે.સંબધિત પાલિકા પ્રશાશન સતત માનવ ઝીંદગી જોખમતા હોવા છતાંય ડબેપુરી શકતા નથી તેની વ્યાપક ફરિયાદ છે. બીજી તરફ એકી સાથે તેર બળદો ને બાંધી દ્યાતકી પણું વાપરવા બદલ માનવીય સંવેદના ને ઠેસ પહોંચી હતી.

(11:48 am IST)