Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ધોરાજીમાં ટીવી સ્ક્રીન ઉપર ચાલતુ જુગારધામ ઝડપાયું

રાજકોટ-જુનાગઢ સહિતના ૬ શખ્સો ઝડપાયા : બે નાસી ગયા : ઓનલાઇન ચાલતુ હતું

ધોરાજી, તા. રર :  ગેલેકસી ચોક ખાતે ટ્રાવેલ્સ ની દુકાનની બાજુમાં દિલાવર ખાન મહંમદખાન બ્લોચ રહે રાજકોટ દૂધસાગર રોડ વિગેરે શખ્સો દ્વારા ટીવી સ્ક્રીન ઉપર ઓનલાઇન બતાવી   ૧૫ મિનિટ પછી  જેને ઇનામ લાગે છે અને ચાંદીના સિક્કા આપવા તેને બદલે રોકડા રૂપિયા આપવાની લેતી-દેતી કરતા હોવાની બાતમીને આધારે રેડ પાડતા આઠ શખ્સો સામે ગુનો નોંધાયો હતો જેમાં છ શખ્સો પકડાયા હતા બે શખ્સો નાસી જતા તેની તપાસ હાથ ધરી છે ઝડપાયેલા આરોપીઓમાં દિલાવર ખાન મહંમદખાન બ્લોચ . રહે રાજકોટ દૂધસાગર રોડ.  હનીફ ઉર્ફે ભીખુભાઈ ખલીફા રહે હીરાપન્ના કોમ્પ્લેકસ ધોરાજી ઇબ્રાહિમ કસમ મધરા રહે ભુતવડ રામ મંદિર પાસે  બશીર ઉર્ફે લાધો ઈકબાલ કલારીયા

રહે રસુલપરા ધોરાજી અબ્દુલ ઉર્ફે ગની ગફારભાઈ સિપાઈ રહે રસુલપરા ધોરાજી રજની ઉર્ફે કાળુ વલ્લભ પોકર પટેલ રહે જૂનાગઢ મધુરમ બાયપાસ રેસીડેન્સી જુનાગઢ ઉપરોકત શખ્સો ઝડપાયા હતા જ્યારે યાસીન નાલબંધ ધોરાજી સિકંદર ઉર્ફે સિકી સલીમ શેખ ધોરાજી બન્ને શખ્સો નાસી જતા તેની તપાસ હાથ ધરી છે

ઉપરોકત રેડમાં ટીવી ણૂષ્ટ્ય કેમેરા મોબાઈલ પ્રિન્ટર divyang કુલ મળી રૂ ૪૯૧૨૧ મુદ્દામાલ સાથે ઝડપી લઇ સરકાર પક્ષે બાપાલાલ ભીખુભાઈ ચુડાસમા ડીવાયએસપી ઓફિસ જેતપુર ના કોન્સ્ટેબલે ફરિયાદી બની ધોરાજી પોલીસને આરોપી ને સોંપી દેતા ધોરાજીના ડી સ્ટાફ જમાદાર ચંદ્રસિંહ એ તપાસ હાથ ધરી છે

ધોરાજીમાં આ પ્રકારનો પહેલો જુગારધામ ઝડપાયું હોય તેવી ચર્ચા જોવા મળી હતી.

(11:45 am IST)