Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

દામનગરના પાડરશીંગા પાસે મહેન્દ્ર જાયલો ગાડી નીચે ઉતરી ગઇ

દામનગરઃ પાડરશીંગા પાસે મહેન્દ્ર જાયલો ગાડી ઉતરી જતા બે ઇસમોને ઇજાઓ થઇ હતી. ગારીયાધાર તરફથી દામનગર આવી રહેલ સંદેશ ન્યુઝ લખેલી ગાડી અમદાાદનું પાસીંગ ધરાવતી ફોરવ્હીલ માઇલ સ્ટોન તોડી પચાસ ફુટથી વધુ નીચે ઉતરી  ખેતરમાં ચડી ગઇ. અતિ સ્પીડના કારણે સામે કોઇ વાહન ન હોવા છતા ટર્ન લઇ ન શકતા ઉતરી ગઇ હતી. સામાજીક કાર્યકર નટુભાઇ ભાટીયા અને વિનુભાઇ જયપાલ અને સ્થાનીકોએ ઇજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ને કરેલ જાણથી આવી જતા પ્રાથમીક સારવાર આપી સામાન્ય ઇજાગ્રસ્તને ત્યાં જ રહેવા દઇ વધુ ઇજાગ્રસ્તને પ્રથમ દામનગર અને ત્યાંથી અમરેલી મોકલવામાં આવેલ હતા.

(11:44 am IST)