Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જસદણ યાર્ડના વા. ચેરમેન પદે પ્રાગજીભાઇ બિનહરીફ

જસદણ  : માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન પદે કનેસરા દુધ મંડળીના પ્રમુખ પ્રાગજીભાઇ કુકડીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. યાર્ડના મીટીંગ હોલ ખાતે ચેરમેન અરવિંદભાઇ તાગડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજવામાં આવી હતી જેમાં વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હોવાથી ચુંટણી યોજવામાં આવી હતી, જેમાં અઢી વર્ષ માટે યાર્ડના પુર્વ વાઇસ ચેરમેન ભગુભાઇ મણીભાઇ બસીયા એ વાઇસ ચેરમેન પદ માટે પ્રાગજીભાઇ દેહાભાઇ કુકડીયાના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને જેશિંગભાઇ મેરામભાઇ ડવ એ ટેકો આપ્યો હતો તથા અન્ય કોઇ વાઇસ ચેરમેન માટે દરખાસ્ત નહીં આવતા કનેસરા પંથકના સહકારી અગ્રણી પ્રાગજીભાઇ કુકડીયાને સર્વાનુમતે બીન હરીફ જાહેર કર્યા હતા. યાર્ડના ડીરેકટરો દેવચંદભાઇ કે. ગોૈદાણી, ધનવીભાઇ ડી. જાપડીયા, પ્રવિણભાઇ વિજીયાણી, રણછોડભાઇ સી. કટેશીયા, સુરેશભાઇ એમ. દેસાઇ, પ્રેમજીભાઇ એ. રાજપરા, નરેશભાઇ સી. ચોહલીયા, મહાવિરભાઇ બી ધાધલ, અશોકભાઇ એમ. ચાઉ, અરૂણભાઇ બી. રામાણી (એ.બી) તથા તાલુકા સંઘના-૧ સહકારી-૧,પાલીકાના-૧ એમ કુલ તમામ ૧૫ ડિરેકટરો ઉપસ્થિત રહયા હતા અને નવનિયુકત વાઇસ ચેરમેન પ્રાગજીભાઇ કુકડીયાને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, પુર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ જળ સંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, વિછીયા યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા તથા કનેસરા ગ્રામ પંચાયતના સરપંચ હસમુખભાઇ હાંડા સહીતનાઓએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા. બિનહરીફ વાઇસ ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર

(11:41 am IST)
  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST

  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • ઈન્દ્રનું સિંહાસન સોંપી દયે તો પણ ભાજપનો ભરોસો ન કરાય : શિવસેના પ્રવક્તા સંજય રાઉત : કોંગ્રેસ, NCP તથા શિવસેનાની યુતિ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે access_time 12:26 pm IST