Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પ્રધાનમંત્રી વિમા ફઝલ યોજનાની ગાઇડલાઇન મુજબ વિમા કંપની વળતર આપતી નથી !!

મુળીના ખમપાલિયાની ૧૦૦ ધરતીપુત્રોેએ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનને વાકેફ કર્યા : બે વાર અરજી કરાવ્યા છતા બાબુઅદને સર્વે કરવાનો પણ સમય મળયો નથી !! ખેડૂતોની વેદના હવે વળતર કયારે મળશે ?

વઢવાણ,તા.૨૨: મુળી તાલુકાના ખમપાલિયા ગામડા ના ખેડૂતોએ ગઇ કાલેસવારે દરેક ગામોમાં પત્ર લખવાનો કાર્યક્રમ યોજેલી હતો અને પત્રમા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના આપ સાહેબે ખેડૂતો માટે લોંચ કરેલ હતી આપની યોજનાની વિગતો આપે જ ખેડૂતોને જાહેરમાં જણાવી હતી અને તેના વિડિયો પણ અમો જોઈએ છીએ  પરંતુ અફસોસ!! ની લાગણી વ્યકત કરી છે.

 ખેડૂતોએ પોસ્ટકાર્ડમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, આપની યોજનાની ગાઇડલાઇન મુજબ કોઈ વિમા કંપનીઓ કે ગુજરાત સરકાર ના અધિકારી ઓ તે મુજબ કાર્ય કરતા નથી અને ખેડૂતોને મોટી નુકસાની આપી રહ્યા છે અતિશય વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયેલ છે તેમ છતાં વિમો વળતર આજે અમોએ અરજી કરેલ ને દિવસ ૫૦ થવા છતાં કોઈ સર્વે પણ કરેલ નથી અમોને વારંવાર અરજી કરવાનાં કંપનીઓ આદેશ કરે છે અને અમો ૩૦૦ રૂપિયા નો ખર્ચ કરી ડોકયુમેન્ટ સાથે તાલુકા મથકે વિમા કંપનીઓ ની ઓફિસ ઉપર જઈએ છીએ અમો એ આ રીતે બે વખત અરજી કરેલ તેમ છતાં સર્વે કરવા માટે મારા ખેતર ઉપર કોઈ આવેલ નથી

પત્રમાં વધુમાં જણાવેલ છે કે આપશ્રી ગુજરાત ના પનોતા પુત્ર અને હાલ દેશના વડાપ્રધાન છો અને આપના જ નામ થી યોજના હોય તેમાં અમોએ પ્રિમિયમ ભરેલ છે અને ૧૫૦% વરસાદ પડેલ હોય તેમ છતાં અમો ને કોઈ લાભ આ યોજના થકી અમારા ખેડૂતો સુધી પહોચેલ નથી તે વાત થી આપને રજૂઆત આ નાના પત્ર થકી હું કરી રહ્યો છું આપ આ પત્ર વાંચી તુરંત આ બાબતે દ્યટતું કરવા યોગ્ય કાર્યવાહી કરશો તેમ તમામ ખેડૂતોએ જણાવ્યું હતું.

(11:40 am IST)