Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગોંડલના ડૈયામાં ઉછીના આપેલ રૂપીયાની માંગણી કરતા ભરતભાઇ રાઠોડ સહિત બે પર પાઇપથી હુમલો

કોટડા સાંગાણના અરડોઇમાં નિલેશ ચાંડપાને હરેશ પટેલે લાકડી મારી પતાવી દેવાની ધમકી આપી

રાજકોટ, તા., રરઃ ગોંડલ તાલુકાના ડૈયા ગામે ઉછીના આપેલ રૂપીયાની માંગણી કરતા યુવાન સહિત બે પર પાઇપથી હુમલો થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ડૈયા ગામે  રહેતા ભરત રામજીભાઇ રાઠોડ સહિત બે પર તે જ ગામના કાર્તિક હરીભાઇ રાઠોડે પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત ભરતભાઇએ આરોપીને અગાઉ હાથ ઉછીના રોકડા રૂ. ર૦૦ આપેલા હતા જે માંગતા આરોપીને સારૂ નહી લાગતા ઉશ્કેરાઇ જઇ ભરતભાઇ સહીત ર પર પાઇપથી હુમલો કર્યો હતો. આ અંગે ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં કોટડા સાંગાણીના અરડોઇ ગામન સીમમાં   નિલેશ ખીમજીભાઇ ચાંડપા (રહે. દેવચડી) પર અરડોઇના હરેશ બચુભાઇ ઠેસીયાએ લાકડીથી માર મારી ઇજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ જાતી પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહયા હતા. આ અંગે ફરીયાદ થતા કોટડા સાંગાણી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)
  • શિવસેનાની કિશોરી પેડનેકર બની નવી મેયરઃ ડે.મેયર પદ પણ શિવસેનાનેઃ સૌથી અમીર મ્યુ. કોર્પો. છેઃ ર૦૧૯-ર૦ નું રૂ. ૩૦૬૯ર કરોડનું બીએમસીનું બજેટ છેઃ ભાજપ સામે મેયરપદ માટે જોરદાર મુકાબલો થયો હતો access_time 3:51 pm IST

  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST