Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરેન્દ્રનગરમાં ડોકટરોની ઘટ્ટથી દર્દીઓ ભારે પરેશાન

આરોગ્ય મંત્રી મુલાકાત દરમિયાન દર્દીઓએ કરેલ રજુઆતનો કોઇ ઉકેલ નથીઃ દરરોજ ૫૦૦ જેટલા દર્દીઓને માત્ર બે વીઝીટીંગ ડોકટરો તપાસે છે !: હોસ્પિટલમાં વર્ગ -૧ ના ચાર વર્ગ બેમાં ૫૦ ટકા ડોકટરોની ઘટ્ટ

વઢવાણ,તા.૨૨: સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભયંકર રીતે રોગચાળાએ માથું ઊંચકયું છે ત્યારે સામાન્યથી લઈને મધ્યમ વર્ગના પરિવારો સારવાર મેળવવા માટે મુસીબત ભર્યો સામનો કરી રહ્યા છે 

સુરેન્દ્રનગર શહેરમાં ૫૦૦ ઓપીડી ધરાવતી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં માત્ર ને માત્ર બે ડોકટરો માત્ર બે કલાક વિઝીટ આપતા માંદગીમાં સપડાયેલા દર્દીઓમાં ભારે દેકારો બોલી ગયો છે ત્યારે સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તાજેતરમાં કેન્દ્રના આરોગ્ય મંત્રી કુમારભાઈ હાલાણી દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવેલ ત્યારે દર્દીઓ દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવેલ હતી આમ છતાં પણ એ પણ રજૂઆતની કે સમસ્યાની નિરાકરણ ન આવતા દર્દીઓને વધુ હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે.

આ અંગેની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તપાસ હાથ ધરતા જાણવા મળેલી વિગતો અનુસાર હોસ્પિટલમાં ડોકટરોની દ્યટ છે અને દર્દીઓ મોટી માત્રામાં આવે છે જેને લઇને ઓછા ડોકટરોના કારણે દર્દીઓને સારવાર આપવામાં પણ ભારે અને મોટી તકલીફ પડે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં બહારથી ખાનગી ડોકટરો ને બોલાવવામાં આવે છે જેને માત્ર એક કલાકના રૂપિયા ૭૦૦ ચૂકવવામાં આવે છે આજે ડોકટરોને રકમ ચુકવણી કરવામાં આવે છે જે સી એમ છે તું યોજના હેઠળ રકમ ચૂકવાઇ છે

આમ સુરેન્દ્રનગરમાં ડોકટરોની દ્યટનાને લઈને સરકારી હોસ્પિટલને મોટો માર પડી રહ્યો છે જયારે વધુમાં જાણવા મળેલી વિગતો અનુસાર ચાર ડોકટરો માત્ર બુધવારે જ આવે છે જે સવારના ૯ થી ૧ વાગ્યા સુધી દર્દીઓને સારવાર આપે છે જેમાં હાડકાના અને આંખના ડોકટર માત્ર બુધવારે જ આવે છે કયારે હોસ્પિટલમાં વર્ગ-૧ મા ચા ર વર્ગ-૨માં ૫૦ ટકાની દ્યટ છે એવું હાલમાં ડોકટર એન raval જણાવી રહ્યા છે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા માંથી અનેક ગામોમાંથી દર્દીઓ સારવાર મેળવવા માટે આવે છે પરંતુ ડોકટરનો અભાવના કારણે દર્દીઓને સારવાર મળતી નથી ત્યારે આ અંગેની અવારનવાર ઉચ્ચતર કક્ષાએ રજૂઆત કરવા છતાં હોસ્પિટલમાં ડોકટરોને નિમણૂક અપાતી નથી અને ડોકટરો સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ન હોવાના કારણે હાલાકીનો ભોગ બની રહ્યા છે તેવા ચોક્કસ છે.

આગાઉ ડોકટરોની માંગ સાથે સમાજસેવા અશોકભાઈ પારેખ દ્વારા ધરણાનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો આમ છતાં પણ કોઈ જ પ્રકાર નો ઉકેલ આવ્યો નથી કયારે શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે આમ છતાં પણ લોકોને સરકારી હોસ્પિટલ હોવા છતાં પણ ખાનગી દવાખાનામાં દાખલ થઈ અને નાણાનો ભોગ બનવાનો સમય આવ્યો છે

સરકારી હોસ્પિટલમાં ડોકટરોએ  ભાવે  ૧૦૦ દર્દીઓને ફરજિયાત પણે પરત ફરવું પડયું

સુરેન્દ્રનગરઃ શહેરમાં એક બાજુ ભયંકર રોગચાળો ફેલાયો છે ત્યારે દર્દીઓ માટે બેઠો પણ ખૂટી પડ્યા છે અને ખાટલા ઓ વગર પણ દર્દીઓ જમીન ઉપર સારવાર મેળવી રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં ૫૦૦ ઓપીડી છે જે સુરેન્દ્રનગર ના દર્દીઓ માટે દ્યણા બધી ઓપીડી ગણાય અને ત્યારે હોસ્પિટલમાં ર્પથારીઓ પણ મોટી માત્રામાં છે ત્યારે જો ડોકટરોની નિમણૂક આપવામાં આવે તો દર્દીઓને સમયસર અને સારી સારવાર મળી શકે તેમ છે

હાલમાં જાણવા મળ્યા મુજબ એક બાજુ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ડોકટરોના ભાવે દર્દીઓની મોટી કતારો લાગતા અને ડોકટરો દર્દીઓને તપાસી ન શકતા ૭૫ થી ૧૦૦ જેટલા દર્દીઓને સારવાર મેળવ્યા વગર પરત ફરવાનો વારો આવ્યો હતો ત્યારે અમુક લોકો શહેરની નબળી નેતાગીરી હોવાનું પણ જણાવતા હતા ત્યારે કેન્દ્રના આરોગ્ય મંત્રી સાથે વઢવાણના એમએલએ અને સાંસદ બંને સાથે હતા ત્યારે અનેક પ્રકારની રજૂઆતો અનેક પ્રકારની રજૂઆતો દર્દી દ્વારા કરવામાં આવેલ હતી આમ છતાં પણ કોઈ પ્રકારનો નિરાકરણ ન આવતા હાલમાં દર્દીઓ હાલાકી સાથે માંદગી સપડાયા હોવા છતાં સારવાર મેળવ્યા વગર જ પરત ફરવું પડે છે ત્યારે શરમ જનક જિલ્લા માટે કહેવાય તેવુ લોકો માની રહ્યા છે.

(11:27 am IST)