Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મોરબીના આમરણ ગામે વિડીયો શેર કરવા મુદે ટોળાએ યુવાનને માર્યો:૧૯ શખ્શો સામે ફરિયાદ

પૃથ્વીરાજ ચૌહાણને અન્યાય થયેલ અંગેનો વિડીયો ફેસબુક પર શેર કરેલ

 

મોરબીના આમરણ ગામમાં યુવાને ફેસબુક પર વિડીયો શેર કર્યો હોય જેનો ખાર રાખીને ૧૯ શખ્શોએ યુવાનને માર્ર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના ધૂળકોટ ગામના રહેવાસી અને આમરણમાં સ્ટુડિયો ચલાવતા જયસુખભાઈ ઉર્ફે જયેશભાઈ તરશીભાઈ ચોટલીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને પૃથ્વીરાજ ચૌહાણને અન્યાય થયેલ અંગેનો વિડીયો ફેસબુક પર શેર કરેલ જે સારું નહિ લાગતા આરોપીઓ સૈયદ ગુલામ હુશેન સબ્બીરમિયા, બુખારી ઇકબાલ ટીપુ, સૈયદ લકી મુંજાવર, ઇકબાલ રગડો ભારત સર્વિસ સ્ટેશનવાળો, ઇકબાલ સમસુ, બુખારી ગુલામ અસરફ, બુખારી તૌફીક અસરફ, મોહમદ ઘાંચી તુલસી બેકરી કામ કરનાર,

બુખારી સલીમ કાલુમિયા, ભન્નો સર્વિસ સ્ટેશન વાળો, હુશેન ખોખર, બુખારી રજાક બાવામિયા, અફઝલ કિસ્મત ગેસ વેલ્ડીંગ વાળો, તેકુલ ખોખર ખાટકી, ફટક તુફાનવાળો, સલીમ અસમુદીન બુખારી, શબ્બીર મૌલાના, યાકુબ બાવામિયા અને મૌલાના અલ્તાફ મદ્રેસાના રહે બધા આમરણ મોરબી વાળાએ ધર્મનું અપમાન થયેલ માની મંડળી રચીને દુકાનમાં ફરિયાદી યુવાન પર હુમલો કરવા માટે પ્રવેશ કરી ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:57 am IST)
  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST