Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

29મીએ હળવદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે હાર્દિક પટેલની હાજરીમાં ખેડૂત અધિકાર સંમેલન

હળવદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તા. ૨૯ ને શુક્રવારે બપોરે ૦૩ : ૩૦ કલાકે ખેડૂત અધિકાર સંમેલન યોજાશે જે ખેડૂત અધિકાર સંમેલનમાં યુવા નેતા અને ખેડૂતપુત્ર હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે

હળવદ ખાતે ખેડૂતોને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ પાકવીમો આપવા અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની મુખ્ય માંગણી સાથે ખેડૂત અધિકાર સંમેલન યોજાશે જે ખેડૂત સંમેલનમાં ખેડૂત ભાઈઓએ પધારવા જણાવ્યું છે

(8:57 am IST)